“બાપ એક નંબરી બેટા દસ નંબરી”

Parag Hajari
હિંમતનગર શહેરમાં ભૂતકાળમાં મામલતદાર તરીકે ફરજ બજાવતા અધિકારી જેઓએ તેઓની ફરજ દરમિયાન વ્યાપક કરોડોનો ભ્રષ્ટાચાર કરેલ હોવાને લઈ ACB દ્વારા વોચ ગોઠવવામાં આવેલ હતી ત્યારે આ મામલતદાર એ પોતાના ઘરેથી ટીવી/ફ્રીજ/એસી/વોશિંગ મશીન અને ઘરઘંટી જેવા અત્યંત આધુનિક સાધનો અડોશ પડોશમાં રહેતા લોકોના ઘરે સંતાડી દેવામાં આવેલ હતી જેમાં મામલતદાર એ પોતાના ફરજ દરમિયાન ગેરકાયદેસર ભ્રષ્ટાચાર કરી કરોડો રૂપિયા એકઠા કરેલ હતા. ત્યારબાદ તેઓના “બાપ એક નંબરી બેટા દસ નંબરી” ના સંસ્કારો તેમના બે દીકરાઓમાં પણ આવેલ હતા. જેઓએ પોતાના મામલતદાર પિતાના બે નંબરના રૂપિયાનો વિવિધ જગ્યાએ રોકાણ કરી આજે કરોડો રૂપિયાની મિલકતો વસાવી છે. જેમાં એક ભાઈએ સરકારના સસ્તા અનાજની દુકાનમાં વિવિધ અનાજનો પુરવઠો વિવિધ ગરીબ પ્રજાને ન ફાળવી કરોડો રૂપિયાનું અનાજ બારોબાર વેચાણ કરી કરોડો રૂપિયા કમાઈને બે નંબરની આવક મેળવી વિવિધ ગેરકાયદેસર પ્લોટો તેમજ મિલકતો તેમજ અન્ય ધંધાકીય રોકાણ કરી કરોડો રૂપિયાની મિલકતો એકથી કરેલ છે.તેમજ કેટલાય લોકો મૃત પરિસ્થિતિમાં હોવા છતાં તેમના બોગસ રેશનીંગ કાર્ડ કઢાવી બારોબાર અનાજનો જથ્થો મેળવી લેવામાં આવેલ હતો.જે બાબતે ગરીબ લોકોને પૂરો પાડવામાં આવતો અનાજનો જથ્થો ગેરકાયદેસર રીતે બારોબાર વેચી સરકારને કરોડોનો ચુનો ચોપડવામાં આવતા આ બાબતે પુષ્ટિ થતાં પોલીસ ફરિયાદ થયેલ હતી જેની પોલીસ દ્વારા ઘરપકડ કરી આ બે નંબરી ભાઈને જેલવાસ પણ ભોગવવાનો સમય આવેલ હતો.હાલમાં જ્યારે આ ભાઈઓ જેમ કે, શાન ફિલ્મમાં વિલનની ભૂમિકા ભજવતા કુલભૂષણ ખરબંદા ની ભૂમિકામાં બેફામ બની કરોડો રૂપિયાનો વ્યવહાર કરી સરકારને ટેક્સ ના ચૂકવી બારોબાર ભ્રષ્ટાચાર કરવામાં આવી રહેલ છે. આ બાબતે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે તો કરોડો રૂપિયાની સંપત્તિ આ બે નંબરી ભાઈઓ પાસેથી મળી આવે તેમ છે.




