ડીસન્ટ કિડ્સ વર્લ્ડ સંચાલીત ડીસન્ટ વિદ્યાલય અને સ્પેક્ટ્રમ સ્કૂલ, હિંમતનગર ખાતે વાર્ષિકોત્સવ યોજાયો

શીતલ ઠાકર,ગાંધીનગર
ડીસન્ટ કિડ્સ વર્લ્ડ સંચાલીત ડીસન્ટ વિદ્યાલય અને સ્પેક્ટ્રમ સ્કૂલ, હિંમતનગર ખાતે વાર્ષિકોત્સવ યોજાયો હતો, જેમાં 650થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા.કાર્યક્રમની શરૂઆત મહીસાસુર મર્દિની સ્તોત્ર સાથે કરવામાં આવી હતી. આ વર્ષની થીમ “ગુંજ 2026 – અતુલ્ય ભારત” હેઠળ વિદ્યાર્થીઓએ દેશપ્રેમ આધારિત ગીતો અને નૃત્યો દ્વારા દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. શિવતાંડવ, ઓપરેશન સિંદુર અને વુમન્સ વિંગ જેવી પ્રસ્તુતિઓ ખાસ આકર્ષણ બની રહી હતી.વર્ષ 2024-25 દરમિયાન ઉત્તમ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી શંકરજી ખાંટ (સી.આર.પી.એફ પેરા મિલિટરી)અને શ્રીમતી ગોપી મહેતા (ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ) ઉપસ્થિત રહ્યા હતા.સંસ્થાના ટ્રસ્ટી શ્રી રમેશભાઈ તથા વાઇસ પ્રિન્સિપાલ શ્રી મહેન્દ્રભાઈ પટેલે માર્ગદર્શન આપ્યું હતું.





