Uncategorized
હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત લૉ કોલેજ, હિંમતનગરમાં” Importantance of Information Technology Act 2000 in Cyber Era.”વિષય પર સેમિનારનું આયોજન

હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત લૉ કોલેજ, હિંમતનગરમાં તા. 25/03/2026ને બુધવાર ના રોજ સરકારની ‘કવચ’ યોજના અંતર્ગતકરેલ. આ સેમિનારમાં ડૉ. શ્રધ્ધાબેન પટેલ, આસિસ્ટન્ટ પ્રોફેસર મોતીલાલ નહેરુ લૉ કૉલેજ, અમદાવાદ હાજર રહી વિધાર્થીઓને આઇ.ટી એક્ટ અંતર્ગત સાયબર સુરક્ષા અંગે વિસ્તૃત માહિતી આપેલ. કોલેજના ઈનચાર્જ પ્રિન્સીપાલ ડૉ. બિનલબેન પટેલ દ્વારા મહેમાનશ્રીઓનું શાબ્દિક સ્વાગત કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સેમિનાર કન્વીનર ડૉ. વૈદેહી પંડ્યા દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમની આભાર વિધિ ડૉ. જયપ્રકાશ જાની દ્વારા કરવામાં આવેલ. કોલેજના તમામ સ્ટાફ મિત્રો ડૉ. પારસબેન જોષી, પ્રકાશભાઈ પાઠક તથા વિદ્યાર્થીઓના સહકારથી સેમિનાર સફળ થયેલ.





