ટોપ સ્ટોરીઝ

હિંમતનગરના સહકારી જીન રોડ પર બાઈકે ટક્કર મારતાં મહિલાનું મોત

શીતલ ઠાકર,ગાંધીનગર

હિંમતનગર એ-ડીવીઝન પોલીસ સ્ટેશનની હદમાં આવેલ સહકારી જીન રોડ પરના એક કોમ્પ્લેક્ષ આગળથી ચાર દિવસ અગાઉ પસાર થઈ રહેલ એક બાઈકના ચાલકે પોતાના કબ્જાનું બાઈક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી એક મહિલાને ટક્કર મારતાં ગંભીર ઈજાને કારણે મહિલાનું મોત થયાની ફરીયાદ શુક્રવારે એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવાઈ હતી.
આ અંગે મુળ રાજસ્થાનના અને હાલ હિંમતનગરના રાયકાનગરમાં રહેતા નરેશસિંહ અજીતસિંહ ચૌહાણે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ ગત તા.ર૩ માર્ચના રોજ સાંજના સુમારે સહકારી જીન વિસ્તારમાંથી છાપરીયા તરફ જઈ રહેલ બાઈક નં.જીજે.૦૯સીએન.૧૬૦૩ના ચાલકે પોતાના કબ્જાનું બાઈક ગફલતભરી રીતે હંકારી લાવી નરેશસિંહ ચૌહાણના માતા જયોત્સનાબેનને ટક્કર મારતાં માથાના પાછળના ભાગે તથા શરીરે થયેલી ઈજા બાદ જયોત્સનાબેન અજીતસિંહ ચૌહાણનું ગંભીર ઈજાને કારણે મોત નિપજયું હતું. જેથી નરેશસિંહ ચૌહાણે અજાણ્યા બાઈક ચાલક વિરૂધ્ધ શુક્રવારે એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!