ટોપ સ્ટોરીઝ

હડમતીયાના વાડી વિસ્તારમાંથી મહાકાય અજગરનું સફળ રેસ્ક્યુ: ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો

ઉમરાળા તાલુકાના હડમતીયા ગામના વાડી વિસ્તારમાં એક મહાકાય અજગર મળી આવતા સમગ્ર વિસ્તારમાં કૂતુહલ સાથે ભયનો માહોલ સર્જાયો હતો. હાલ ખેતીની સિઝન પૂરજોશમાં ચાલી રહી હોય, વાડી-ખેતરોમાં વન્યજીવની હાજરીથી સ્થાનિક ખેડૂતો અને શ્રમિકોમાં ફાળ પડી હતી.

વાડી વિસ્તારમાં અજગર દેખાતાં જ જાગૃત સ્થાનિક ખેડૂતે તુરંત ઉમરાળા ફોરેસ્ટ વિભાગને ઘટનાની જાણ કરી હતી. બનાવની ગંભીરતા સમજી વન વિભાગની ટીમ ત્વરિત હરકતમાં આવી હતી. વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર દવેના માર્ગદર્શન હેઠળ ફોરેસ્ટર ચેતનસિંહ ગોહિલ તથા ફોરેસ્ટ બીટ ગાર્ડ શૈલેષભાઈ બાવળીયાની ટીમે સ્થળ પર પહોંચી ભારે જહમત બાદ અજગરનું સુરક્ષિત રેસ્ક્યુ કર્યું હતું.

રેસ્ક્યુ કરાયેલા આ મહાકાય અજગરને ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ દ્વારા માનવવસવાટથી દૂર ઊંડા ઝાડીવાળા વિસ્તારમાં સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યો હતો. વન વિભાગની ક્ષિપ્ર કામગીરીને પગલે સ્થાનિક ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!