હિમતનગર

હિંમતનગર બાયપાસ પર સ્પા સંચાલક વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધાઈ

શીતલ ઠાકર,ગાંધીનગર

હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાં આવેલા બાયપાસ રોડ પર એક કબ્જા ભોગવટાની જગ્યામાં સ્પા સેન્ટર ચલાવવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. આ સ્પા સેન્ટરમાં કામ કરતી મહિલાઓના આધાર પુરાવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં રજુ કરવામાં આવ્યા નહોતાં, જે જાહેરનામાનો સ્પષ્ટ ભંગ ગણાય છે.

આ બાબતે ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા વુમન હેડ કોન્સ્ટેબલ સુમનબેન કિશોરભાઈ દ્વારા સ્પાના સંચાલક પ્રેમસિંહ સુખસિંહ શક્તાવત વિરુદ્ધ સત્તાવાર રીતે ફરીયાદ નોંધાવવામાં આવી છે.

પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!