ટોપ સ્ટોરીઝ

હિંમતનગર બસ સ્ટેન્ડ નજીકથી નાસતો ફરતો શખ્સ પકડાયો

શીતલ ઠાકર,ગાંધીનગર

હિંમતનગર બી-ડીવીઝન પોલીસ સ્ટેશનની હદમાં આવેલ બસ સ્ટેન્ડ નજીકથી પોલીસે બાતમીને આધારે બુધવારે પોકસોના ગુનામાં દોઢ વર્ષથી નાસતા ફરતા શખ્સને ઝડપી લઈ વધુ તપાસ માટે એ-ડીવીઝન પોલીસને હવાલે કરાયો હતો.
આ અંગે બી-ડીવીઝનના પીએસઆઈ આર.એલ.દેસાઈ તથા સ્ટાફના જણાવાયા મુજબ બુધવારે તેમને એવી બાતમી મળી હતી કે એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પોકસોના ગુનામાં નોંધાયેલી ફરીયાદ મુજબ રાણાદાર વિન્દ્રનાથ પ્રસાદ (રહે.માટીગડા, જિ.દાર્જીલીંગ) હિંમતનગર બસ સ્ટેન્ડ નજીક ઉભો હતો જે બાતમીને આધારે બી-ડીવીઝન પોલીસે બસ સ્ટેન્ડ પાસે જઈને પુછપરછ કરી તેની અટકાયત કરી હતી ત્યારબાદ વધુ તપાસ માટે તેને એ-ડીવીઝન પોલીસને હવાલે કરાયો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!