ટોચના સમાચાર
વરસાદની આગાહીને પગલે હિંમતનગર માર્કેટયાર્ડમાં ખુલ્લી તમાકુની હરાજી બે દિવસ બંધ

શીતલ ઠાકર,ગાંધીનગર
કમોસમી વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને હિંમતનગર માર્કેટયાર્ડ દ્વારા ખુલ્લી તમાકુ ભરેલા વાહનોની હરાજી તા. 17 અને 18 એપ્રિલ 2026 દરમિયાન બે દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
હવામાન વિભાગ દ્વારા તા. 18 થી 19 એપ્રિલ દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હોવાથી માર્કેટયાર્ડ સત્તાવાળાઓએ ખેડૂતોના હિતમાં આ નિર્ણય લીધો છે.
જોકે કોથળામાં (બોરીમાં) ભરેલી તમાકુની હરાજી અને ખરીદી નિયમિતપણે ચાલુ રહેશે.
ખેડૂતોને અપીલ કરવામાં આવે છે કે વેચાણ માટે લાવવામાં આવતી તમામ ખેત પેદાશોને યોગ્ય રીતે ઢાંકીને લાવે તેમજ તમાકુ ફરજિયાત બોરીમાં ભરીને જ લાવવી રહેશે.
તમાકુની હરાજી સહકારી જીન વિસ્તારમાં આવેલા કોટનયાર્ડ ખાતે કરવામાં આવશે.
– હિંમતનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ




