સાબરકાંઠા

ઓનલાઈન દવાઓના વેચાણના વિરોધમાં દેશવ્યાપી કેમિસ્ટ બંધ સાબરકાંઠા-અરવલ્લીમાં મેડિકલ સ્ટોર્સ બંધ રાખી વિરોધ નોંધાયો

ઓલ ઈન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના આહ્વાન પર આજે દેશવ્યાપી કેમિસ્ટ બંધનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓનલાઈન દવાઓના વેચાણ, નિયમોના ઉલ્લંઘન અને બિનઅધિકૃત રીતે દવાઓની સપ્લાય સામે કેમિસ્ટોએ પ્રતિકાત્મક હડતાળ કરી હતી. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પણ મેડિકલ સ્ટોર્સ બંધ રાખી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

દેશભરના કેમિસ્ટોએ ઓનલાઈન મેડિકલ પ્લેટફોર્મ દ્વારા નિયમો વિરુદ્ધ દવાઓના વેચાણ અને બિનલાઇસન્સ આધારે દવાઓની ડિલિવરી સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. એસોસિએશનના જણાવ્યા મુજબ ઓનલાઈન પ્લેટફોર્મ પર પ્રિસ્ક્રિપ્શન વગર કેટલીક દવાઓ તેમજ નશીલી દવાઓનું વેચાણ થઈ રહ્યું છે, જે જાહેર આરોગ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે. સાથે જ ગ્રાહકોને દવાઓના ઉપયોગ અંગે યોગ્ય માર્ગદર્શન પણ આપવામાં આવતું નથી.

જોકે દર્દીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવી હતી. તાલુકા મથકો પર કેટલીક મેડિકલ સ્ટોર્સ ખુલ્લી રાખવામાં આવી હતી તેમજ હોસ્પિટલોમાં જરૂરી દવાઓ ઉપલબ્ધ રાખવામાં આવી હતી. ઉપરાંત વધુ ડિસ્કાઉન્ટ આપી દવાઓના વેચાણથી પરંપરાગત કેમિસ્ટ વ્યવસાયને નુકસાન થઈ રહ્યું હોવાનું પણ એસોસિએશન દ્વારા જણાવાયું હતું.આ તમામ મુદ્દાઓને લઈને કેમિસ્ટોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!