ટોપ સ્ટોરીઝ

નાજીયા ઇલાહી ખાનની વિવાદાસ્પદ ટીપ્પણી સામે ઇડરના મુસ્લિમ સમાજમાં રોષ

કસ્બા મુસ્લિમ મોટી જમાત, મન્સૂરી જમાત અને મેમણ જમાતે ફરિયાદ દાખલ કરી કડક કાર્યવાહી કરવાની માંગ

કસ્બા મુસ્લિમ મોટી જમાત, મન્સૂરી જમાત અને મેમણ જમાતે ફરિયાદ દાખલ કરી કડક કાર્યવાહી કરવાની માંગ

સોશિયલ મીડિયા પર નાજીયા ઇલાહી ખાને હઝરત મુહમ્મદ મુસ્તફા (સ.અ.વ.) વિશે કરેલી કથિત વિવાદાસ્પદ અને અપમાનજનક ટીપ્પણીના વિરોધમાં ઇડર મુસ્લિમ સમાજ દ્વારા શનિવારે ઇડર નાયબ કલેકટરશ્રી પ્રાંત કચેરી એ જઈ આવેદનપત્ર પાઠવી કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.

ઇડર કસ્બા મુસ્લિમ મોટી જમાત, ઇડરમન્સૂરી જમાત અને ઇડર મેમણ જમાતે નાજીયા ઇલાહી ખાન દ્વારા કરવામાં આવેલી ટીપ્પણીથી સમગ્ર મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણીઓ દુભાઈ છે. આવા નિવેદનો સમાજમાં અશાંતિ અને વૈમનસ્ય ફેલાવવાનું કામ કરે છે, તેથી સંબંધિત વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરી યોગ્ય પગલાં ભરવા જોઈએ. ધાર્મિક મહાનુભાવોના અપમાન જેવા બનાવો સામે કડક વલણ અપનાવવામાં આવે અને કાયદા મુજબ કાર્યવાહી કરીને સમાજમાં શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહે તે માટે જરૂરી પગલાં લેવામાં આવે નાજીયા ઇલાહી ખાન વિરુધ્ધ કાયદેસરની ફરિયાદ લઈ શીક્ષાત્મક પગલા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.

ઇડર નાયબ કલેકટરશ્રી પ્રાંત કચેરી એઆવેદનપત્ર સ્વીકારી તેને સરકારના સંબંધિત વિભાગ સુધી પહોંચાડવાની ખાતરી આપી હતી.

આ પ્રસંગે ઇડર મુસ્લિમ સમાજના આગેવાનો, યુવાનો તેમજ મોટી સંખ્યામાં સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!