હિમતનગર

હિંમતનગરમાં સાંસદ શોભનાબેન બારૈયા દ્વારા રક્ષાબંધનની અનોખી ઉજવણી: ૧૨૨ સમૂહલગ્નની દીકરીઓને સાડી ભેટ અપાઈ

સાબરકાંઠાના હિંમતનગર સ્થિત નવા સર્કિટ હાઉસ ખાતે રક્ષાબંધન પર્વ નિમિત્તે એક લાગણીસભર અને અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા-અરવલ્લીના સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા દ્વારા ગત વર્ષે યોજાયેલા સાંસદ સમૂહલગ્નમાં પ્રભુતામાં પગલાં પાડનાર ૧૨૨ દીકરીઓને ખાસ આમંત્રિત કરી સાડી ભેટ આપીને તહેવારની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.

પોતાને સંતાનમાં માત્ર એક દીકરો હોવાથી અને દીકરી ન હોવાના કારણે સાંસદ શોભનાબેને સમૂહલગ્નની તમામ ૧૨૨ દીકરીઓને પોતાની જ દીકરીઓ માની તેમની સાથે આત્મીયતાપૂર્વક રક્ષાબંધન મનાવવાનો સ્નેહપૂર્ણ સંકલ્પ કર્યો હતો.

સરકારી યોજનાઓનો લાભ અને આગામી આયોજન

કાર્યક્રમ દરમિયાન સાંસદે દીકરીઓ પ્રત્યે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સમૂહલગ્નમાં પરણેલી જે દીકરીઓ પાસે પોતાનું ઘર નથી, તેમને સરકારની ‘પંડિત દીનદયાળ આવાસ યોજના’ જેવી કલ્યાણકારી યોજનાઓ હેઠળ આવરી લઈ પોતાનું પાકું મકાન મળે તે માટે તંત્ર દ્વારા તમામ શક્ય પ્રયાસો કરવામાં આવશે.

આ સાથે જ પૂર્વ ધારાસભ્ય (પ્રાંતિજ) મહેન્દ્રસિંહ બારૈયાની હાજરીમાં જાહેરાત કરવામાં આવી હતી કે વર્ષ ૨૦૨૭માં ફરી એકવાર ભવ્ય ‘સાંસદ સમૂહલગ્ન’નું આયોજન કરવામાં આવશે. સાંસદ પરિવારની આ અનોખી પહેલની સમગ્ર વિસ્તારમાં ભારે સરાહના થઈ રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!