હિમતનગર

ઈડર પોલીસે રૂ. ૧૨.૯૪ લાખના મુદ્દામાલ સાથે વિદેશી દારૂની હેરાફેરી નિષ્ફળ બનાવી

સાબરકાંઠા જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી અટકાવવા અંગે મળેલી ખાસ સૂચનાના આધારે ઈડર પોલીસે બડોલી-કડીયાદરા રોડ પર ફિલ્મી ઢબે પીછો કરીને વિદેશી દારૂ તથા કાર મળી કુલ રૂ. ૧૨,૯૪,૪૮૦/- નો પ્રોહીબિશન મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.

ગુપ્ત બાતમીના આધારે નાકાબંધી

ગાંધીનગર રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વીરેન્દ્રસિંહ યાદવ, સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ તથા ઈડર વિભાગના ડીવાયએસપી શ્રી સ્મિત ગોહિલના માર્ગદર્શન હેઠળ ઈડર પોલીસ ઇન્સ્પેક્ટર આર. એ. ચૌધરી અને તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી.

દરમિયાન બાતમી મળી હતી કે રાજસ્થાનના ખેરવાડા તાલુકાના બાબરી પોસ્ટ પાટીયા ગામનો રહેવાસી કાવારામ બંસીલાલ ડામોર પોતાની હ્યુન્ડાઈ ક્રેટા કાર (રજી. નં. GJ 06 PD 1251) માં વિદેશી દારૂ ભરી ભિલોડા તરફથી ઈડર આવી રહ્યો છે, તેમજ તેની આગળ એક ઈકો કાર (રજી. નં. GJ 31 BB 4922) પાયલોટીંગ કરી રહી છે. આ બાતમી આધારે પોલીસે બડોલી ગામ નજીક રોડ નાકાબંધી કરી હતી.

પોલીસને જોઈ કારચાલક અંધારામાં ફરાર

નાકાબંધી દરમિયાન પાયલોટીંગ કરતી ઈકો કાર અને તેની પાછળ ક્રેટા કાર આવી પહોંચી હતી. જોકે, પોલીસની નાકાબંધી જોઈ ક્રેટા કારના ચાલકે ગાડી હાઈવે પરથી નીચે ઉતારી બડોલી થઈ કડીયાદરા તરફ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે તાત્કાલિક કારનો પીછો કરતા, ચાલક કડીયાદરા ગામે રોડ પર ક્રેટા કાર મુકી અંધારાનો લાભ લઈ ખેતરોમાં ભાગી છૂટ્યો હતો.

જપ્ત કરાયેલ મુદ્દામાલ:

પોલીસે પંચોની હાજરીમાં ક્રેટા કારની તલાશી લેતા નીચે મુજબનો મુદ્દામાલ મળી આવ્યો હતો:

  1. વિદેશી દારૂ/બીયરની બોટલો: નંગ-૨૦૫૨ (કિંમત રૂ. ૨,૯૪,૪૮૦/-)

  2. હ્યુન્ડાઈ ક્રેટા કાર (GJ 06 PD 1251): કિંમત રૂ. ૧૦,૦૦,૦૦૦/-

    કુલ મુદ્દામાલ: રૂ. ૧૨,૯૪,૪૮૦/-

પોલીસ કાર્યવાહી અને ટીમ

ઈડર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ સફળ કામગીરીમાં પી.આઈ. આર.એ. ચૌધરી સાથે પોલીસ કર્મચારીઓ હરેન્દ્રસિંહ, જયરાજસિંહ, નાગજીભાઈ, જયદીપસિંહ, હાર્દિકકુમાર અને જયેશકુમાર જોડાયા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!