હિમતનગર

ગુરુપૂર્ણિમાના પાવન અવસરે 700થી વધુ નિર્દોષ બાળકોને પ્રેમભેર ભોજન પ્રસાદ, પૂજ્ય બાળકદાસજી મહારાજના સાનિધ્યમાં સેવાયજ્ઞ યોજાયો

ગુરુપૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે કરણપુર-વાંટડા રોડ સ્થિત કલ્યાણકારી હનુમાનજી મંદિર ખાતે પરમ પૂજ્ય સંત શ્રી બાળકદાસજી મહારાજના પવિત્ર સાનિધ્યમાં સેવાભાવ અને સમર્પણનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું.

પ્રેમ, સેવા અને માનવતાના પ્રતીક એવા પૂજ્ય બાળકદાસજી મહારાજના આશીર્વાદથી વાંટડા ગામ પ્રાથમિક શાળા, કરણપુર ગામ પ્રાથમિક શાળા તેમજ આશ્રમશાળાના અંદાજે 700 જેટલા નિર્દોષ બાળકોને પ્રેમપૂર્વક ભોજન પ્રસાદ પીરસવામાં આવ્યો. પ્રસાદમાં લાડુ, દાળ-ભાત, પુરી અને શાક સહિતનું સાત્વિક ભોજન પીરસવામાં આવ્યું, જેનો બાળકોને હર્ષભેર લાભ મળ્યો.

સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગુરુસેવા, કરુણા અને પરોપકારની ભાવના છલકાતી જોવા મળી. ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે બાળકોના ચહેરા પર પ્રસન્નતા લાવતો આ સેવાયજ્ઞ સૌ માટે પ્રેરણારૂપ બન્યો.

અંતે ઉપસ્થિત ભક્તજનો અને ગ્રામજનોએ પરમ પૂજ્ય સંત શ્રી બાળકદાસજી મહારાજના ચરણોમાં કોટી-કોટી વંદન અર્પણ કરી તેમના દીર્ઘાયુષ્ય અને લોકકલ્યાણની પ્રાર્થના કરી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!