હિમતનગર
હાથમતી ઓવરબ્રિજ પરથી યુવતીએ પડતું મૂક્યું, જીવ બચાવવા યુવક બન્યો દેવદૂત

શીતલ ઠાકર,ગાંધીનગર
હિંમતનગર ખાતે હાથમતી ઓવરબ્રિજ પરથી એક યુવતીએ અચાનક નદીમાં પડતું મૂકતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. યુવતી હાથમતી નદીના પાણીમાં પડતા જ સ્થળ પર ટોળે ટોળા લોકો એકત્રિત થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી, જેના પગલે ૧૦૮ ટીમ સ્થળ પર પહોંચી હતી. આ દરમિયાન પુલ પરથી યુવતીને પડતી જોઈને એક સતર્ક યુવકે તરત જ પોતાની બાઈક લઈને નીચે ઉતરી જઈ બહાદુરીપૂર્વક યુવતીને પાણીમાંથી બહાર કાઢી જીવન બચાવવાનો પ્રયાસ કર્યો હતો.
આ બનાવ અંગે જાણ થતાં બી ડિવિઝન પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ ૧૦૮ મારફતે યુવતીને તાત્કાલિક સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી






