સાબરકાંઠા

ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે હિંમતનગરમાં કૉંગ્રેસની ‘જન આક્રોશ પદયાત્રા’

સાબરકાંઠા જિલ્લા કૉંગ્રેસ અને SC વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી વિશાળ રેલી ગાંધી પ્રતિમા પાસે ઉગ્ર વિરોધ પ્રદર્શનમાં ફેરવાઈ

“જ્ઞાનેશ કુમાર રાજીનામું આપો”ચૂંટણી પંચની નીતિઓ સામે કૉંગ્રેસનો બુલંદ પોકાર

સાબરકાંઠા જિલ્લા કૉંગ્રેસ સમિતિ તથા જિલ્લા કૉંગ્રેસ અનુસૂચિત જાતિ (SC) વિભાગના સંયુક્ત ઉપક્રમે ગઈકાલે હિંમતનગર ખાતે વિશાળ “જન આક્રોશ પદયાત્રા” અને વિરોધ પ્રદર્શન કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી જ્ઞાનેશ કુમારના રાજીનામાની મુખ્ય માંગ સાથે આ યોજાયેલી આ પદયાત્રામાં મોટી સંખ્યામાં કૉંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા.

આ કાર્યક્રમનો પ્રારંભ સાબરકાંઠા જિલ્લા કૉંગ્રેસ કાર્યાલયથી કરવામાં આવ્યો હતો. કાર્યાલયથી શરૂ થયેલી વિશાળ રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને મહાત્મા ગાંધીજીની પ્રતિમા સુધી પહોંચી હતી. ગાંધીજીની પ્રતિમા પાસે પહોંચીને કૉંગ્રેસના અગ્રણી નેતાઓ, હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન અને દેખાવો કરવામાં આવ્યા હતા.

રેલી દરમિયાન ઉત્સાહી કાર્યકરો દ્વારા ક્ષેત્રિય અને રાષ્ટ્રીય નીતિઓ સામે સાંકેતિક રીતે વિરોધ દર્શાવી “જ્ઞાનેશ કુમાર રાજીનામું આપો” ના બુલંદ નારા લગાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત ચૂંટણી પંચની કામગીરી અને નીતિઓ સામે ભારે આક્રોશ વ્યક્ત કરતા બેનરો તેમજ પ્લેકાર્ડ દર્શાવી કૉંગ્રેસે પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

વિરોધ પ્રદર્શન દરમિયાન વક્તાઓએ જણાવ્યું હતું કે લોકશાહીના રક્ષણ માટે સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી પંચ અનિવાર્ય છે. પદયાત્રામાં સમગ્ર સાબરકાંઠા જિલ્લામાંથી વિવિધ તાલુકા અને શહેર સંગઠનના અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં આમ જનતા પણ સહભાગી બની હતી.

ઉપસ્થિત મુખ્ય અગ્રણીઓ શ્રી રામભાઈ સોલંકી (જિલ્લા પ્રમુખ),શ્રી હિતેન્દ્ર પીઠડીયા,શ્રી શંકર યાદવ,શ્રી અશોક પટેલશ્રી અશ્વિન પટેલ,શ્રી ગજેન્દ્રસિંહ રહેવર,શ્રી પ્રિયવર્ધનભાઈ પટેલ,શ્રી અજમલસિંહ ઝાલા

* ઉપરાંત વિવિધ તાલુકા/શહેર પ્રમુખશ્રીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ઉમેદવારો ઉપસ્થિત રહ્યા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!