સાબરકાંઠા

હિંમતનગર રેલ્વે સ્ટેશન ખાતે ઉદયપુર-અસારવા વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું.

સાબરકાંઠા જિલ્લાને મળી આધુનિક રેલવેની ભેટ

જીગ્નેશ સોની હિંમતનગર

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર રેલ્વે સ્ટેશન ખાતે સાંસદ શોભનાબેન બારૈયાના હસ્તે ઉદયપુર-અસારવા વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.સાબરકાંઠા જિલ્લાના મુસાફરો માટે આજે ઐતિહાસિક દિવસ રહ્યો છે. રેલ્વે મંત્રાલય દ્વારા લેવામાં આવેલા મહત્વના નિર્ણય મુજબ, ઉદયપુર – અસારવા (અમદાવાદ) વંદે ભારત એક્સપ્રેસને હવે હિંમતનગર સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આ સ્ટોપેજથી સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને આસપાસના વિસ્તારના લોકો હવે માત્ર ગણતરીના કલાકોમાં અમદાવાદ અથવા ઉદયપુર પહોંચી શકશે. અમદાવાદ અને રાજસ્થાન સાથે સીધી અને ઝડપી કનેક્ટિવિટી મળતા સ્થાનિક વેપાર, શિક્ષણ અને પ્રવાસન ક્ષેત્રને મોટો ફાયદો થશે.આ સ્ટોપેજ માત્ર એક ટ્રેન ઊભી રાખવાનો નિર્ણય નથી પરંતુ હિંમતનગરના વિકાસ માટેનો એક નવો માઈલસ્ટોન છે. વિદ્યાર્થીઓ, વેપારીઓ અને દર્દીઓ માટે અમદાવાદ જવું હવે વધુ સુલભ અને આરામદાયક બનશે.આ અવસરે રાજ્યસભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારા, રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક,જિલ્લા કલેકટર લલિત નારાયણ સિંઘ સાંદુ, સા.કાં જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ, શામળાજી મંદિરના ટ્રસ્ટી સિદ્ધાર્થભાઈ પટેલ, બક્ષીપંચ મોરચાના પ્રમુખ રાજુભાઈ પંચાલ, માર્કેટ યાર્ડના પ્રમુખ જયેશભાઈ પટેલ, પ્રેમલ દેસાઈ, બીપીનભાઈ ઓઝા રેલવે વિભાગના અધિકારી, વિવિધ પદાધિકારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!