સાબરકાંઠા

હિંમતનગર કિન્નર સમાજે ક્ષત્રિય સમાજને રૂ.૮૦ હજારનું દાન આપ્યું

સાબરકાંઠા જિલ્લા ક્ષત્રિય સમાજ દ્વારા નિર્માણ પામી રહેલી સમાજવાડી અને શૈક્ષણિક સંકુલ માટે હિંમતનગરના કિન્નર સમાજે તાજેતરમાં પ્રસંશનીય કામગીરી કરીને અન્ય લોકોને પ્રેરણા મળે તે આશયથી રૂ.૮૦ હજારનું દાન આપ્યું છે જે નિમિત્તે કિન્નર સમાજના ચેતનાબા અને સોનલબા માસીએ આ યોગદાન આપી ઉદાહરણ પૂરું પાડયું છે. ક્ષત્રિય સમાજ દ્વારા હિંમતનગરમાં બે વિઘા જમીન પર સમાજવાડી અને શૈક્ષણિક સંકુલનું નિર્માણ કરાઈ રહયું છે. આ ભવનના નિર્માણનો અંદાજિત ખર્ચ રૂ.૨ થી ૫ કરોડ છે. આ સંકુલ સમાજના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. આ નિર્માણ કાર્યમાં સમાજ અને સમાજ બહારના અગ્રણીઓ પણ દાન આપી રહ્યા છે. ક્ષત્રિય સમાજે કિન્નર સમાજની આ ભાવનાને બિરાદાવી છે.
જીગ્નેશ સોની હિંમતનગર

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!