હિમતનગર

સાબરકાંઠા LCB ને મોટી સફળતા: ૧૧ મોટરસાયકલ ચોરી કરનાર રાજસ્થાનનો રીઢો ચોર પકડાયો

રૂા. ૪,૬૦,૦૦૦/- ની કિંમતની ૧૧ બાઇકો રિકવર: વાહન ચોરીના ૭ અનડીટેક્ટ ગુન્હાનો ઉકેલ લાવતી વાહન ડિટેક્શન સ્ક્વોડ

સાબરકાંઠા જિલ્લામાં અવારનવાર બનતી વાહન ચોરીની ઘટનાઓ પર લગામ લગાવવા માટે પોલીસ અધિક્ષક દ્વારા ખાસ રચવામાં આવેલી વાહન ડિટેક્શન સ્ક્વોડ (LCB) ને મોટી સફળતા સાંપડી છે. ગુપ્ત બાતમીના આધારે પોલીસે રાજસ્થાનના એક શાતિર વાહન ચોરને ઝડપી પાડી તેની પાસેથી ૧૧ ચોરાઉ મોટરસાયકલ કબ્જે કરી છે.

ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ (IPS) તથા સાબરકાંઠા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહીલ (IPS) ના માર્ગદર્શન હેઠળ LCB પો.ઇન્સ. ડી.સી. સાકરીયા અને પો.સ.ઈ. વી.આર. ચૌહાણની ટીમે ખાસ પેટ્રોલીંગ હાથ ધર્યું હતું. પેટ્રોલીંગ દરમિયાન હિંમતનગર મોતીપુરા થી અમદાવાદ રોડ પર શંકાસ્પદ નંબર વગરના કાળા અને ગ્રે કલરના સ્પ્લેન્ડર બાઇક સાથે એક યુવક ઝડપાયો હતો.

પકડાયેલ આરોપીની વિગત:

નામ: સાહિલ ઉર્ફે સાયર સલીમભાઇ ઘાંચી (શેખ) (ઉંમર વર્ષ ૨૨)

રહેવાસી: ભાણધા, તા. ખેરવાડા, જી. ઉદયપુર (રાજસ્થાન)

પોલીસે પૂછપરછ કરતા આરોપી પાસે વાહનના કોઈ કાયદેસરના કાગળો નહોતા. ઈ-ગુજકોપ તથા પોકેટ કોપ સોફ્ટવેરની મદદથી તપાસ કરતા સદર બાઇક હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુનામાં ચોરાયેલ હોવાનું ખુલ્યું હતું. ત્યારબાદ કડક પૂછપરછ હાથ ધરતા આરોપીએ સાબરકાંઠા અને આસપાસના વિસ્તારોમાંથી કુલ ૧૧ મોટરસાયકલોની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.

કબ્જે કરાયેલ ચોરાઉ વાહનોની વિગત (કુલ કિંમત રૂ. ૪,૬૦,૦૦૦/-)

અ.નં વાહનનો પ્રકાર રજિસ્ટ્રેશન નંબર કિંમત (રૂ.) સંબંધિત પોલીસ સ્ટેશન / વિગત
૧ પલ્સર ૧૫૦ DTS-i GJ-09-DD-1740 ૭૦,૦૦૦ પ્રાંતિજ પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૦૯૦૪૧૨૫૦૬૧૨/૨૦૨૫
૨ સ્પ્લેન્ડર પ્લસ GJ-09-DB-2312 ૨૦,૦૦૦ હિંમતનગર એ ડિવિ. પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૦૯૦૧૬૨૬૧૦૫૮/૨૦૨૬
૩ સ્પ્લેન્ડર પ્લસ GJ-09-DE-4164 ૨૦,૦૦૦ હિંમતનગર બી ડિવિ. પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૦૯૦૫૬૨૬૦૮૫૫/૨૦૨૬
૪ હીરો સ્પ્લેન્ડર GJ-09-DG-2545 ૨૦,૦૦૦ હિંમતનગર બી ડિવિ. પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૦૯૦૫૬૨૬૦૮૫૪/૨૦૨૬
૫ યામાહા FZ MP-43-EH-5439 ૮૦,૦૦૦ હિંમતનગર એ ડિવિ. પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૦૮૦૧૭૨૫૧૦૭૦/૨૦૨૬
૬ સ્પ્લેન્ડર પ્લસ GJ-09-DG-0745 ૩૦,૦૦૦ હિંમતનગર એ ડિવિ. પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૦૯૦૧૬૨૬૧૦૫૮/૨૦૨૬
૭ ટી.વી.એસ. રાઇડર MH-47-BN-1473 ૫૦,૦૦૦ ભિલોડા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૮૮૦૦૩૨૪૦૪૨૭/૨૦૨૪
૮ પલ્સર NS-125 GJ-38-AH-2960 ૫૦,૦૦૦ છ માસ અગાઉ ચોરાયેલ
૯ યામાહા R-15 GJ-01-YH-4769 ૭૦,૦૦૦ આશરે ૨૦ દિવસ અગાઉ ચોરાયેલ
૧૦ સેનચુરો રોકસ્ટાર GJ-09-CR-0904 ૩૦,૦૦૦ એકાદ વર્ષ અગાઉ ચોરાયેલ
૧૧ સ્પ્લેન્ડર પ્લસ GJ-09-AS-1100 ૨૦,૦૦૦ એકાદ માસ અગાઉ ચોરાયેલ

સરાહનીય કામગીરી કરનાર પોલીસ ટીમ:

P.I. ડી.સી. સાકરીયા, P.S.I. વી.આર. ચૌહાણ, તથા પો.કો. કપિલભાઈ કલ્યાણસિંહ, વિપુલસિંહ નવલસિંહ, પ્રદિપસિંહ મહેન્દ્રસિંહ, અભિજીતસિંહ શ્રવણસિંહ, નરેન્દ્રકુમાર મોતીભાઈ અને કૌશિક રાજુભાઇ (LCB સાબરકાંઠા).

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!