લાઇફ સ્ટાઇલ

તાપી જિલ્લામાં ‘જ્ઞાનધારા પાઠશાળા’ના ૧૧૦૦થી વધુ ભૂલકાંઓએ ધામધૂમથી ઉજવ્યો જન્માષ્ટમી મહોત્સવ

તાપી જિલ્લાના પાંચ તાલુકાઓમાં ‘માનવતા જાગૃત ટ્રસ્ટ’ દ્વારા સંચાલિત “જ્ઞાનધારા – સર્વાંગી વિકાસ માટેની અનોખી પાઠશાળા”ની કુલ ૬૦ શાખાઓ ખાતે શ્રી કૃષ્ણ જન્મમહોત્સવની અતિ ઉત્સાહ અને ભક્તિસભર વાતાવરણમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

આ પાઠશાળાના ધોરણ ૩ થી ૫ના ૧૧૦૦થી પણ વધુ બાળકોએ આ ઉજવણીમાં સક્રિયપણે ભાગ લીધો હતો. ભૂલકાંઓ કૃષ્ણ, રાધા, ગોપી અને ગોવાળિયાના રંગબેરંગી વેશભૂષામાં સજ્જ થઈને આવ્યા હતા. બાળકોએ ગરબાની રમઝટ બોલાવી હતી અને મટકી ફોડ જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને સમગ્ર વાતાવરણને કૃષ્ણમય બનાવી દીધું હતું.

સંસ્થાના પ્રતિનિધિ જણાવે છે કે જ્ઞાનધારા પાઠશાળાનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર પુસ્તકીય શિક્ષણ આપવાનો નથી, પરંતુ બાળકોને ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને સંસ્કારો સાથે જોડીને તેમનો સર્વાંગી વિકાસ કરવાનો છે. બાળકોએ પોતાના કૌશલ્યથી આ જન્મોત્સવને સાચા અર્થમાં એક મહાન ઉત્સવ બનાવી દીધો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!