મા કાત્યાયનીની આરાધનાથી ગુંજ્યો નવરાત્રિના ૬ઠ્ઠા નોરતે ભક્તિમય માહોલ

શીતલ ઠાકર,ગાંધીનગર
ચૈત્રી નવરાત્રિના પવિત્ર પર્વના છઠ્ઠા દિવસે આજ રોજ મા કાત્યાયનીની આરાધના કરવામાં આવી રહી છે. ધાર્મિક માન્યતા અનુસાર મા કાત્યાયની શક્તિનું છઠ્ઠું સ્વરૂપ છે, જે દુષ્ટોનો નાશ કરી ભક્તોને સાહસ અને શક્તિ પ્રદાન કરે છે.
આ દિવસે ભક્તો ઉપવાસ રાખીને માતાજીની વિશેષ પૂજા-અર્ચના કરે છે. મંદિરોમાં આકર્ષક શૃંગાર કરવામાં આવ્યો છે અને ભક્તો માતાજીના દર્શન માટે મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. ખાસ કરીને કુંવારી કન્યાઓ માટે આ દિવસ વિશેષ મહત્વ ધરાવે છે, કારણ કે માન્યતા મુજબ મા કાત્યાયનીની ઉપાસનાથી મનપસંદ જીવનસાથી પ્રાપ્ત થાય છે.
સાબરકાંઠા જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં ભક્તિમય વાતાવરણ છવાયું છે. ગરબા, ભજન-કીર્તન અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યા છે.
નવરાત્રિના આ પવિત્ર દિવસોમાં ભક્તો માતાજીની આરાધના કરી સુખ-સમૃદ્ધિ અને શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે.




