હિમતનગર

ફેથ હાયર સેકન્ડરી સ્કુલ ગુજરાતી મિડીયમના પ્રિન્સિપલ શ્રીમતી ગાયત્રી સિંહા મેડમના વિશેષ માર્ગદર્શન હેઠળ એક અનોખું અને જ્ઞાનવર્ધક આયોજન

શીતલ ઠાકર,ગાંધીનગર

Faith Higher Secondary School Gujarati Medium શિક્ષણ ક્ષેત્રે નવીનતા અને સર્જનાત્મકતા તરફ આગળ વધતી અમારી શાળામાં, પ્રિન્સિપલ શ્રીમતી ગાયત્રી સિંહા મેડમના વિશેષ માર્ગદર્શન હેઠળ એક અનોખું અને જ્ઞાનવર્ધક આયોજન — 🚀 “आओ सायंसमय हो जाए 3.0” 🚀 સફળતાપૂર્વક યોજાયું.જેમાંશાળાના ટ્રસ્ટી શ્રી નિસર્ગ પંડ્યા ના સહયોગ અને ભારતીય જનતા પાર્ટીના જીલ્લા પ્રમુખ શ્રી કનુભાઈ પટેલ ,જિલ્લા મહામંત્રી શ્રી પ્રેમલભાઈ દેસાઈ,જિલ્લા મહામંત્રી શ્રી બીપીનભાઈ ઓઝા,હિંમતનગર શહેરના મહામંત્રી શ્રી પરીક્ષિતભાઈ વખારીયા,જિલ્લા યુવા મોરચા મહામંત્રી શ્રી રવિન્દ્રસિંહ પરમાર,પૂર્વ સદસ્ય હિંમતનગર નગરપાલિકા શ્રી શશીકાંત સોલંકી,પૂર્વ I.T કન્વીનર જિલ્લા શ્રી જીગરભાઈ રાવલ પૂર્વ મંત્રી શ્રી ભાવનાબેન પંચાલ ભારતીય વિકાસ પરિષદ મંત્રી શ્રી પરીનભાઈ શાહ, શક્તિ કેન્દ્ર સંયોજકશ્રી સુદર્શન પટેલ ,શક્તિ કેન્દ્ર સંયોજક શ્રી અજયસિંહ પરમાર જેવા મહાનુભાવો એ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભા વધારી અને વાલીઓનો ખુબજ સહયોગ રહ્યોઆ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે રસ વધારવાનો અને આયુર્વેદને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સમજાવવાનો હતો. વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહ અને આત્મવિશ્વાસ સાથે પ્રસ્તુતિ આપતા જણાવ્યું —🌿 “આયુર્વેદ માત્ર પરંપરા નથી, એમાં વિજ્ઞાન છુપાયેલું છે.”વિદ્યાર્થીઓએ પોતાના પ્રોજેક્ટ્સ અને મોડેલ્સ દ્વારા સમજાવ્યું કે આયુર્વેદમાં
🔬 બાયોલોજી – શરીર અને પ્રકૃતિ વચ્ચેનું સંતુલન,
⚗️ કેમિસ્ટ્રી – જડીબુટ્ટીઓમાં રહેલા પોષક તત્વો,
⚙️ ફિઝિક્સ – શરીરની ગતિ, ઉર્જા અને દબાણ કેવી રીતે કાર્ય કરે છે.

આ સાથે બાળકો દ્વારા તહેવારો અને રમતગમતમાં રહેલા વૈજ્ઞાનિક તત્વો પણ રસપ્રદ રીતે રજૂ કરવામાં આવ્યા. તેમણે સમજાવ્યું કે તહેવારોમાં સ્વચ્છતા, ઋતુપ્રમાણે જીવનશૈલી અને પર્યાવરણનું મહત્વ છે, જ્યારે રમતગમતમાં ગતિ, બળ અને આરોગ્યનો વૈજ્ઞાનિક આધાર રહેલો છે.

કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓએ એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો —
👉 “વિજ્ઞાન અને આયુર્વેદ એકબીજાના પૂરક છે, અને બંને સાથે મળીને સ્વસ્થ જીવનનું નિર્માણ કરે છે.”

✨ આ કાર્યક્રમ માત્ર પ્રદર્શન પૂરતો મર્યાદિત ન રહી, પરંતુ જ્ઞાન, સર્જનાત્મકતા અને પ્રેરણાનો ઉત્સવ બની રહ્યો. વિદ્યાર્થીઓના પ્રયાસો સૌ માટે પ્રેરણારૂપ સાબિત થયા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!