સાબરકાંઠા

હિંમતનગર માં ધોરણ ૧૦ ના બાળકો માટે પરફેક્ટ સ્કૂલ ના સહયોગ થી યોજવામાં આવ્યો અશોક ગુજ્જર નો મોટીવેશનલ સેમિનાર

૨૫ ડિસેમ્બર ના રોજ આહવાન ફાઉન્ડેશન દ્વારા આયોજિત અને પરફેક્ટ સ્કૂલના સહયોગથી ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓ માટે તણાવ મુક્ત પરીક્ષા આપવા અંગે એક પ્રેરણાદાયી સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં જાણીતા યુવા મોટિવેશનલ સ્પીકર અશોક ગુજ્જર દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન તણાવ કેવી રીતે ઘટાડવો, આત્મવિશ્વાસ કેવી રીતે વધારવો , કેવી કાર્યપદ્ધતિ થી ઉચ્ચ લક્ષ્યાંક હાંસલ કરી શકાય અને સકારાત્મક વિચારધારા સાથે પરીક્ષાનો સામનો કેવી રીતે કરવો તે અંગે સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ ઉપરાંત શિક્ષક મિત્રો અને વાલીઓની પણ નોંધપાત્ર ઉપસ્થિતિ રહી હતી. અશોક ગુજ્જરના પ્રેરણાદાયી વિચારો અને સરળ ઉદાહરણો દ્વારા વિદ્યાર્થીઓ ખૂબ પ્રભાવિત થયા અને પરીક્ષા અંગેનો ડર દૂર થયો હોવાનું વિદ્યાર્થીઓએ વ્યક્ત કર્યું હતું. વાલીઓ અને શિક્ષકોએ પણ આવા કાર્યક્રમોને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અત્યંત ઉપયોગી ગણાવ્યા હતા.

આ સુંદર અને સુવ્યવસ્થિત આયોજન બદલ આહવાન ફાઉન્ડેશન અને પરફેક્ટ સ્કૂલની સમગ્ર ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. કાર્યક્રમ ને સફળ બનાવવા બદલ પરફેક્ટ સ્કૂલ ના આચાર્ય શ્રી દિગ્વિજયભાઈ , કિશનભાઈ , હિરેનભાઈ , વિજયભાઈ , તમામ સ્ટાફ મિત્રો , સેવક મિત્રો અને ઉપસ્થિત પત્રકાર મિત્રો , વાલીશ્રીઓ અને બાળકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો . આ ઉપરાંત સમગ્ર કાર્યક્રમ માં વિશેષ સેવા આપનાર કમલેશભાઈ, હાર્દિકભાઈ , ગૌરવભાઈ , વિશાલભાઈ વગેરેનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો . સમગ્ર કાર્યક્રમ નું સંચાલન ઉમંગભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું . અંતે સૌએ આવા પ્રેરણાદાયી કાર્યક્રમો વધુ માં વધુ યોજાય એ માટે આશા વ્યક્ત કરી હતી.        શીતલ ઠાકર ગાધીનગર

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!