ટોપ સ્ટોરીઝ
હિંમતનગર ટ્રાફિક પોલીસ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી

સંજય ગાંધી,હિમતનગર
હિંમતનગર ટ્રાફિક પોલીસ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી
હિંમતનગર શહેર ટ્રાફિક પોલીસ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત આર.ટી.ઓ વિસ્તાર ખાતે માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી.આ અભિયાન અંતર્ગત પી.એસ.આઈ બી.ડી. રાઠોડના માર્ગદર્શન હેઠળ સિટી ટ્રાફિક તથા હાઈવે ટ્રાફિક સ્ટાફ દ્વારા આર.ટી.ઓ સર્કલ પાસે વાહન ચેકિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું.વાહન ચેકિંગ દરમિયાન પી.યુ.સી (પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર) વિનાના આશરે 25 જેટલા વાહનોને અટકાવી, પોલીસ દ્વારા પી.યુ.સી સેન્ટર પર મોકલી જરૂરી પી.યુ.સી કઢાવી આપવાની કામગીરી કરવામાં આવી.





