હિમતનગર

હિમતનગર શહેરના સહકારી જીન રોડ પર આડેધડ પાર્કિંગથી ટ્રાફિક જામ

સંજય ગાંધી,હિમતનગર

સહકારી જીન રોડ પર આડેધડ પાર્કિંગથી ટ્રાફિક જામ
હિંમતનગર શહેરના સહકારી જીન રોડ વિસ્તારમાં આવેલ હોસ્પિટલોના કારણે દર્દી તથા તેમના સગા-સંબંધીઓની અવરજવર સતત વધુ રહે છે. તેમ છતાં, માર્ગ પર કરવામાં આવતા આડેધડ પાર્કિંગ તથા કેટલાક વાહનચાલકો દ્વારા રોંગ સાઈડ વાહન હંકારવાના કારણે વિસ્તારમાં વારંવાર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ રહી છે. જેના કારણે એમ્બ્યુલન્સ સહિત સામાન્ય નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. સ્થાનિક લોકોએ ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરી પાર્કિંગ વ્યવસ્થા સુચારુ બનાવવાની માંગ કરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!