લક્ષદ્વીપ તેમજ દમણ-દિવના પ્રશાસક પ્રફુલ પટેલે હિંમતનગર ખાતે ઉતરાયણ પર્વની ઉજવણી કરી

શીતલ ઠાકર,ગાંધીનગર
લક્ષદ્વીપ તેમજ દમણ-દિવના પ્રશાસક પ્રફુલ પટેલે હિંમતનગર ખાતે ઉતરાયણ પર્વની ઉજવણી કરી
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે લક્ષદ્વીપ તેમજ દમણ-દિવના પ્રશાસક પ્રફુલ પટેલ દ્વારા તેમના નિવાસસ્થાને ઉત્સાહપૂર્વક ઉતરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રશાસક પ્રફુલ પટેલે શહેરવાસીઓ, વડીલો, માતાઓ તથા બહેનોને ઉતરાયણની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.ઉતરાયણની ઉજવણી દરમિયાન પ્રશાસક પ્રફુલ પટેલે પતંગ ચગાવી પરંપરાગત રીતે તહેવારની ઉજવણી કરી હતી. ઉતરાયણ જેવા પરંપરાગત તહેવારો જીવનમાં ઉમંગ, ઉલ્લાસ, એકતા તથા સામુહિકતાના દર્શન કરાવે છે. આવા તહેવારો સમાજમાં ભાઈચારું, સહકાર અને આનંદનો સંદેશ આપે છે તથા ભારતીય સંસ્કૃતિની સમૃદ્ધ પરંપરાને ઉજાગર કરે છે.હિંમતનગર ખાતે યોજાયેલી આ ઉતરાયણ ઉજવણીમાં શહેરના આગેવાનો, વર્તમાન ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય સહિત મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રશાસક પ્રફુલ પટેલ પતંગને કુશળતાપૂર્વક સંચાલિત કરતા નજરે પડ્યા હતા, જ્યારે ધારાસભ્ય વી.ડી. ઝાલા પણ પતંગ ચગાવી ઉતરાયણ પર્વની ઉજવણીમાં જોડાયા હતા.
ઉતરાયણ પર્વ નિમિત્તે આયોજિત આ ઉજવણી દરમિયાન સમગ્ર વાતાવરણ ઉત્સાહ અને આનંદથી છલકાઈ ઊઠ્યું હતું. આગેવાનો તથા જનપ્રતિનિધિઓમાં જોવા મળેલા ઉત્સાહને કારણે તહેવારની ખુશી વધુ ઉલ્લાસભરી બની હતી.




