એપી કન્સલ્ટન્ટસીના છ જેટલા સંચાલકો વિરૂધ્ધ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ
જિલ્લામાં અલગ અલગ ૯ જેટલી પોન્ઝી સ્કીમ સંચાલકો સામે ફરિયાદો નોંધાઈ

શીતલ ઠાકર,ગાંધીનગર
સાબરકાંઠા જીલ્લામાં જાણેકે પોન્ઝી સ્કીમોનો રાફડો ફાટ્યો હોય એમ વધુ એક પોન્ઝી સ્કીમ સંચાલકો સામે ફરિયાદ નોંધાઇ છે જિલ્લામાં અલગ અલગ ૯ જેટલી પોન્ઝી સ્કીમ સંચાલકો સામે ફરિયાદો નોંધાઈ છે જોકે એપી કન્સલ્ટન્ટસીના છ જેટલા સંચાલકો વિરૂધ્ધ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે જેમાં ચાર લોકોની પોલીસે અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી.સાબરકાંઠામાં છેલ્લા ગણા સમયથી અનેક ભેજાબાજો પોતાના આર્થિક હિતને ધ્યાનમાં રાખીને લોકો પાસેથી પૈસા પડાવવા માટે અવનવા કિમીયા શોધી કાઢીને પોતાના એજન્ટો થકી લાલચ આપીને લોકોના પરસેવાની કમાણીનું પોતાની સ્કીમોમાં રોકાણ કરાવી દીધા બાદ આવા લેભાગુ રોકાણકારો રફુચક્કર થઈ ગયા બાદ લાલચુ રોકાણકારો આખરે પોતાના નાણાં પરત મેળવવા માટે પોલીસના શરણે જાય છે. અગાઉ પણ સાબરકાંઠામાં પોન્ઝી સ્કીમોના સંચાલકો વિરૂધ્ધ ફરીયાદો નોંધાઈ ચુકી છે ત્યારે વધુ એક ફરીયાદનો તેમાં ઉમેરો થયો છે. જેમાં આરટીઓ સર્કલ પાસે ઓફિસ ધરાવતા એ.પી.કન્સલ્ટન્સીના છ ભાગીદારો વિરૂધ્ધ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરીયાદ બાદ વધુ એક વખત પોન્ઝી સ્કીમોનું કૌભાંડ જિલ્લામાં ચર્ચાની એરણે આવી ગયું છે.હિંમતનગરના આરટીઓ સર્કલ પાસે આવેલ શાન્તમ-૭ કોમ્પ્લેક્ષમાં ઓફિસ ધરાવતા અનિલસિંહ ઉર્ફે અનિલકુમાર પ્રદિપસિંહ પરમાર અને અન્ય છ જણા સાથે મળી એ.પી.કન્સલ્ટન્સી નામની પોન્ઝી સ્કીમ ગત તા.ર૩ ઓગસ્ટથી ડીસેમ્બર મહિના દરમ્યાન રોકાણકારો માટે શરૂ કરી હતી. જેમાં પોન્ઝી સ્કીમમાં રોકાણ કરનારને ૧૦થી ૧પ ટકા વ્યાજ આપવાની લાલચ આપી શરૂઆતના તબક્કામાં ૧ર રોકાણકારો પાસેથી અંદાજે રૂ.પ૩,પ૮,૦૦૦ નું રોકાણ કરાવી દીધુ હતું જેમાં હિંમતનગર સિવિલના નર્સિગ સ્ટાફમાં ફરજ બજાવતા મિતેશ પટેલ અને તેમના પત્નિ પાસેથી રોકાણ મેળવી લીધા બાદ આરટીઓ વિસ્તારમાં આવેલ એ.પી.કન્સલ્ટન્સીની ઓફિસમાં મેનેજર અને સ્ટાફની ભરતી કર્યા બાદ તેમને પણ રોકાણ લાવવા માટે ઉંચુ કમિશન આપવાની લાલચ અપાઈ હતી.ત્યારબાદ એ.પી.કન્સલ્ટન્સીના નામે મિતેશ પટેલ સહિત ૧૦થી વધુ લોકો પાસેથી ચાર મહિના અગાઉ અંદાજે રૂ.પ૩,પ૮,૦૦૦ રોકાણ પેટે લઈ લીધા હતા જોકે તે પૈકી રૂ.૧૩,૧૩,૦૦૦ વળતર પેટે પરત કરી દીધા હતા જયારે બાકીની રકમ પરત ન આપીને વિશ્વાસઘાત અને છેતરપીંડી કરવા બદલ મિતેશ પટેલે આ છ ભાગીદારો અને સંચાલકો વિરૂધ્ધ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો.સાબરકાંઠા જીલ્લા માં અત્યાર સુધી વિવિધ નવ જેટલી પોન્ઝી સ્કીમ ની ફરિયાદ નોધાઈ છે ત્યારે પોલીસે પણ આ તમામ લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે નોંધનીય છે કે એપી કન્સલ્ટન્સીના ઝડપાયેલ ચાર આરોપીઓની પુછપરછ હાથ ધરી કોર્ટમાં રજુ કરવાની કામગીરી પણ ગ્રામ્ય પોલીસે હાથ ધરી છે.
ચાર આરોપીઓ પકડાયા
૧. નીકીતાબેન અનિલસિંહ પ્રદીપસિંહ પરમાર-મુખ્ય આરોપીની પત્ની(નોધ-મહિલાનો ફોટો બ્લર કરવો
૨. હિતેન્દ્રસિંહ સજ્જનસિંહ પરમાર-કંપનીના ડાયરેક્ટર
૩. રણવીરસિંહ સજજનસિંહ પરમાર-મુખ્ય આરોપીના કાકાનો દીકરો
૪. કૃપાલસિંહ પ્રદીપસિંહ પરમાર-મુખ્ય આરોપીનો ભાઈ
બે આરોપીઓ ફરાર
૧. અનિલસિંહ ઉર્ફે અનિલકુમાર પ્રદીપસિંહ પરમાર-કંપની ડાયરેક્ટર-ફરાર
૨. સુધીરસિંહ મકવાણા જેના બાપની નામ ખબર નથી તે અનિલસિંહનો સાળો-ફરાર




