વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે હિંમતનગરમાં કેન્સર જાગૃતિ કાર્યક્રમ

શીતલ ઠાકર,ગાંધીનગર
વિશ્વ કેન્સર દિવસ (૪ ફેબ્રુઆરી) નિમિત્તે હિંમતનગર સ્થિત શંકુઝ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ખાતે કેન્સર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ કેન્સર અંગે જાગૃતિ ફેલાવવાનો તેમજ વહેલા નિદાન અને સમયસર સારવારના મહત્વ વિશે દર્દીઓ તથા સામાન્ય જનતાને માહિતગાર કરવાનો હતો.
આ અવસરે રેડિએશન ઑન્કોલોજિસ્ટ ડૉ. વિરાજ મોદીએ કેન્સર નિવારણ, વહેલા નિદાન અને સમયસર યોગ્ય સારવાર કેટલી જરૂરી છે તે અંગે સરળ ભાષામાં વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે કેન્સર પ્રારંભિક તબક્કે ઓળખાય તો તેની સારવાર વધુ અસરકારક બની શકે છે અને દર્દીના જીવનને બચાવી શકાય છે.
કાર્યક્રમ દરમિયાન ડૉ. મનીષ વ્યાસ, ડૉ. મનીષ સાધવાની, ડૉ. જીગ્નેશ રાજવંશી, ડૉ. રાજદીપ ગુપ્તા, ડૉ. મિતેશ સોની, ડૉ. જીગર પરમાર, ડૉ. અનુજ શાહ અને ડૉ. સુમન દ્વારા પણ કેન્સર જાગૃતિ અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
હોસ્પિટલના કેન્દ્ર વડા ડૉ. જીગીશાએ પણ કાર્યક્રમને સંબોધિત કરી દર્દીઓ, તેમના સ્વજનો તથા હોસ્પિટલ સ્ટાફને કેન્સર સંબંધિત ઉપયોગી માહિતી આપી અને નિયમિત ચકાસણી તથા જાગૃત રહેવાની અપીલ કરી હતી.
વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે દર્દીઓ, તેમના સંબંધીઓ અને હોસ્પિટલ સ્ટાફને સહાનુભૂતિ અને પ્રોત્સાહનના સંકેતરૂપે ભેટ વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને દર્દીઓ અને ઉપસ્થિતો તરફથી સારી પ્રતિસાદ અને પ્રશંસા મળી હતી.





