સાબરકાંઠા

કરોડોના રોકાણ મેળવી એપી કન્સલ્ટન્સીની ઓફીસ બંધ કરી ફરાર

ખેડબ્રહ્માના રોકાણકારોના રૂપિયા 52.24 લાખની છેતરપિંડી

પરાગ હજારી,હીમતનગર

* સાબરકાંઠાઃ પોન્ઝી સિકમ મામલે વધુ એક પોલીસ ફરિયાદ
* એપી ગ્રુપના સંચાલક અનિલ પરમાર વિરુદ્ધ ગુનો નોંધાયો

* પોલીસે જીપીઆઈડી હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી
* હિંમતનગરમાં ગ્રામ્ય પોલીસ મથકે એપી ગ્રુપના સંચાલકો વિરુદ્ધ અગાઉ ગુનો નોંધાયો હતો.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં એપી કન્સલ્ટન્સી પ્રાઇવેટ લિમિટેડના અનિલસિંહ પરમાર દ્વારા એકના ડબલ તેમજ ડિપોઝિટ પર ઊંચું વ્યાજ આપવાની લોભામણી લાલચો આપી લોકોના ચેક અને રોકડથી ગેરકાયદેસર રીતે કરોડો રૂપિયા લઈ ફરાર થઈ જતા લોકોના જીવ તાળવે ચોટી ગયા છે.હિંમતનગરના શહેરના આરટીઓ સર્કલની સામે આવેલ સત્વમ-૭ કોમ્પલેક્ષમાં અનિલસિંહ પરમાર આલીશાન ઓફિસ તૈયાર કરાઈ હતી. ત્યારબાદ હિંમતનગર,ચિલોડા,ખેડબ્રહ્મા ભિલોડા, ખેડબ્રહ્મા, મહેસાણા,મોડાસા,ગાંભોઈ,પ્રાંતિજ,વિસનગર,પાટણ,અમદાવાદ,નડિયાદઆણંદ,સુરત,નવસારી,વલસાડ,પાલનપુર,ધનસુરા, અને બાયડ જેવા વિવિધ શહેરોમાં એજન્ટોની નિમણૂક કરી હતી.હિંમતનગર શહેરમાં આવેલ માઇલસ્ટોન હોટલમાં રોકાણકારોને બોલાવી રોકાણ પર ઊંચું વ્યાજ મળશે તેવી લોભામણી લાલચો આપવામાં આવેલી હતી અને અસંખ્ય રોકાણકારોને ૭ થી ૮ ટકા ઊંચા વ્યાજની લાલચમાં આવી ગયા અને હતા. જ્યારે કેટલાક લોકોને ટૂંક સમયમાં જ નાણાં ડબલ કરવાની પોન્જી સ્કીમમાં ભોળવી અને લલચાવી રોકાણ કરાવાયું હતું. ત્યારબાદ વધુ રોકાણ થાય તે આશયથી અનિલસિંહ પરમાર દ્વારા એજન્ટો અને રોકાણ કરનારને છેલ્લા બે વર્ષમાં કુલુ, મનાલી,સીમલા,ગોવા અને થાઈલેન્ડની વિદેશી યાત્રા કરવામાં આવેલ હતી. પરંતુ થોડાક સમય પછી અચાનક ઓફિસના પાટિયા પાડીઅનિલસિંહ પરમાર ભૂગર્ભમાં જતા રહેતાં અસંખ્ય રોકાણકારોને હાલ રોવાનો વારો આવ્યો છે.જેને લઇ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં એપી કન્સલ્ટન્સી પ્રાઇવેટ લિમિટેડ વિરુદ્ધ ફરિયાદ થયેલ હતી. જેમાં

(૧) અનિલસિંહ ઉર્ફે અનિલકુમાર પ્રદીપસિંહ પરમાર-કંપની ડાયરેક્ટર-ફરાર
(૨) સુધીરસિંહ મકવાણા – અનિલસિંહનો સાળો-ફરાર
(૩) નીકીતાબેન અનિલસિંહ પ્રદીપસિંહ પરમાર-મુખ્ય આરોપીની પત્ની – અટકાયત
(૪) હિતેન્દ્રસિંહ સજ્જનસિંહ પરમાર-કંપનીના ડાયરેક્ટર -અટકાયત
(૫) રણવીરસિંહ સજજનસિંહ પરમાર-મુખ્ય આરોપીના કાકાનો દીકરો – અટકાયત
(૬) કૃપાલસિંહ પ્રદીપસિંહ પરમાર-મુખ્ય આરોપીનો ભાઈ -અટકાયત ની અટકાયત કરવામાં આવેલ હતી. જ્યારે અનિલસિંહ ઉર્ફે અનિલકુમાર પ્રદીપસિંહ પરમાર-કંપની ડાયરેક્ટર-ફરાર આજદિન સુધી પોલીસ શોધખોળમાં મળી આવેલ નથી આ બાબતે હાલમાં ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન એપી કન્સલ્ટન્સી પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ડાયરેક્ટર અનિલસિંહ પ્રદીપસિંહ પરમાર વિરુદ્ધ પોલીસે જીપીઆઈડી હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!