અરવલ્લી

ભાગતા ગુજસીટોકના આરોપી પર પોલીસનું ફાયરિંગ, હાથમાં ગોળી વાગતા આરોપી ઘાયલ

ભારતસિહ રાઠોડ,સાબરકાંઠા

ગુજરાત–રાજસ્થાન બોર્ડર નજીક આવેલા શામળાજી વિસ્તારમાં પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરનાર ગુજસીટોકના આરોપી પર પોલીસે ફાયરિંગ કરતા આરોપીના જમણા હાથમાં ગોળી વાગી હતી. ગોળી હાથને આરપાર નીકળી જતા આરોપી ઘાયલ થયો હતો. ત્યારબાદ તેને સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ એસએમસી (સ્ટેટ મોનિટરિંગ સેલ) ની ટીમ દ્વારા ગુજસીટોક હેઠળ નોંધાયેલા વિદેશી દારૂના કેસમાં સંડોવાયેલા આરોપી સુખલાલ રામલાલ ડાંગી (ઉ.વ.૩૭), રહે. ઘાસા ગામ, ઉદેપુર (રાજસ્થાન) ને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીને રાજસ્થાનમાંથી ગુજરાતમાં વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે અમદાવાદ લઈ જવાઈ રહ્યો હતો.

આ દરમિયાન ગુજરાત–રાજસ્થાન બોર્ડર નજીક આવેલા શામળાજી વિસ્તારમાં આરોપીએ પોલીસ કસ્ટડીમાંથી ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો. આરોપી ભાગી ન જાય તે માટે એસએમસી ટીમે પરિસ્થિતિની ગંભીરતા ધ્યાનમાં રાખી ફાયરિંગ કરવું પડ્યું હતું.

ફાયરિંગ દરમિયાન ગોળી આરોપીના જમણા હાથમાં વાગી અને હાથને આરપાર પસાર થઈ હતી. જેના કારણે આરોપી ઘાયલ થતાં તેને તરત જ શામળાજી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અપાઈ હતી. ત્યારબાદ વધુ સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

હાલમાં હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં આરોપીનું સીટી સ્કેન, એક્સ-રે સહિતની તબીબી તપાસ અને સારવાર ચાલુ છે. ડોક્ટરોની ટીમ તેની દેખરેખ રાખી રહી છે. પોલીસના સમયસરના પગલાંના કારણે આરોપી ફરીથી ફરાર થતો અટક્યો હોવાનું જાણવા મળ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!