Uncategorized

ઇડરના ડુંગરમાં ભભૂકી વિકરાળ આગ, કલાકોની જહેમત બાદ કાબૂમાં

શીતલ ઠાકર,ગાંધીનગર

સાબરકાંઠા: ઇડર વિસ્તારમાં આવેલા ઐતિહાસિક ડુંગરોમાં ગતરોજ બપોર બાદ અચાનક વિકરાળ આગ ભભૂકી ઊઠતા સમગ્ર વિસ્તારમાં ચિંતા અને દહેશત ફેલાઈ ગઈ હતી. જોરદાર પવનના કારણે આગ ઝડપથી ફેલાતાં ડુંગર પર આવેલી સુકાઈ ગયેલી વનસ્પતિ અને ઝાડ-ઝાંખર બળી ને ખાખ થઈ ગયા હતા.

ઘટનાની જાણ થતાં ઇડર ફાયર ટીમે તાત્કાલિક સ્થળ પર દોડી જઈ આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. પરિસ્થિતિ ગંભીર બનતા મદદ માટે હિંમતનગર ફાયર ટીમને પણ બોલાવવામાં આવી હતી. ઇડર અને હિંમતનગરથી કુલ પાંચ ફાયર ગાડીઓ સાથે અંદાજે 24 જેટલા ફાયર કર્મચારીઓ કલાકો સુધી સતત આગ સામે જંગ લડી રહ્યા હતા.

ડુંગર વિસ્તારમાં દીપડા સહિત વિવિધ વન્ય પ્રાણીઓનો વસવાટ હોવાને કારણે આગના કારણે જંગલી પ્રાણીઓના જીવન અને રહેણાંક પર ગંભીર જોખમ ઊભું થયું હતું. આગને કારણે ઘણા વિસ્તારોમાં વનસ્પતિને ભારે નુકસાન પહોંચ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સ્થાનિક લોકો અને ફાયર વિભાગના કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી સતત પ્રયાસો કર્યા બાદ આજે વહેલી સવારે લગભગ ચાર વાગ્યા સુધીની લાંબી મથામણ બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી.

આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. ડુંગરો ગુજરાત વન વિભાગના અધિકાર ક્ષેત્રમાં આવતાં હોવા છતાં આગ લાગ્યા બાદ તંત્ર દ્વારા સમયસર અસરકારક કાર્યવાહી ન થવા અંગે જીવદયા સંસ્થાઓ તેમજ પ્રકૃતિ પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને આગની ઘટનાની ગંભીર તપાસ કરવાની માંગ ઉઠી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!