Uncategorized

સાબરકાંઠા જિલ્લામાં એલ.સી.બી. પોલીસની મોટી સફળતા : સાડા ત્રણ વર્ષ જૂનો ચોરીનો ગુનો ઉકેલાયો

શીતલ ઠાકર,ગાંધીનગર

સાબરકાંઠા જિલ્લામાં પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે. હિંમતનગર એલ.સી.બી. પોલીસે લગભગ સાડા ત્રણ વર્ષ જૂના ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી પાડ્યા છે.

પોલીસને મળેલી બાતમીના આધારે વિરપુર બાયપાસ રોડ પરથી બે શખ્સોને શંકાસ્પદ હાલતમાં ઝડપી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની કડક પૂછપરછ કરવામાં આવતા બંને આરોપીઓએ નવનગર ગામની આરોગ્ય કચેરીમાંથી કોમ્પ્યુટર તેમજ અન્ય સામાનની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.

પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી અંદાજે રૂપિયા ૪૨,૦૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ ચોરીનો ગુનો વર્ષ ૨૦૨૨ દરમિયાન વડાલી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો હતો.

હાલ પોલીસે બંને આરોપીઓને અટકાયત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ સફળતા એલ.સી.બી. પોલીસ માટે નોંધપાત્ર માનવામાં આવી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!