હિંમતનગર તાલુકાના ગાંભોઈ પોલીસ સ્ટેશન માં પોલીસ અધિક્ષક નાઓનું વાર્ષિક ઇન્સ્પેક્શન નું આયોજન કરવામાં આવ્યું

જીગ્નેશ સોની હિંમતનગર
હિંમતનગર તાલુકાના ગાંભોઈ પોલીસ સ્ટેશન માં પોલીસ અધિક્ષક નાઓનું વાર્ષિક ઇન્સ્પેક્શન નું આયોજન કરવામાં આવ્યું હતું

આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા ડો.પાર્થરાજસિંહ ગોહિલ ઉપસ્થિત રહી પોલીસ પરેડ લીધેલ. તથા લોક દરબાર માં મોટી સંખ્યા માં ઉપસ્થિત રાજકીય આગેવાનો તથા ગ્રામ્ય સરપંચો દ્વારા સાહેબ શ્રી સ્વાગત કરવામાં આવ્યું તેમજ ગાંભોઈ વિસ્તારની સમસ્યાઓ વિશે સંવાદ કરી જાણકારી મેળવી હતી .તેમજ નેશનલ હાઈવે પર થતા એસિડેન્ટ અટકાવવા બ્લેક સ્પોટ ગાંભોઈ -રણાસણ ચોકડી પર થતા વારંવાર એક્સિડન્ટ સ્થળની જિલ્લા પોલીસ વડાએ મુલાકાત લઈ ગાંભોઈ પોલીસ સ્ટેશનના પી.આઇ. એસ.જે. ગોસ્વામીને એકસીડન્ટ થતા અટકાવવા માટે બેરીકેટેડ તથા રબરના બમ્પ બનાવવા તથા લાઈટો લગાવવાની સુચના આપવામાં આવી હતી.

સાહેબ શ્રી દ્રારા પોલીસ દરબારમાં પોલીસ ના વિવિધ પ્રશ્નો સાંભળી તેનું સત્વરે નિરાકણ કરવા સૂચના આપી તેમજ અત્યારે સાયબર ક્રાઇમ તેમજ નાર્કોટિક્સ ક્રાઇમ ના વધી રહેલ ગુના બાબતે તમામ પોલીસ ને સમજાવવા આવ્યા અને સંવેદનશીલ બનાવવા માં આવ્યા.

સમગ્ર કાર્યક્રમ નું સંચાલન ગાંભોઈ પોલીસ સ્ટેશનના પી.આઇ .એસ.જે ગોસ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું..







