હિંમતનગરમાં બેકાબૂ મીની ટેમ્પો ઘરમાં ઘુસ્યો, માટલા-માટીની ચીજ-વસ્તુઓ નું નુકસાન

શીતલ ઠાકર,ગાધીનગર
હિંમતનગર શહેરના છાપરિયા વિસ્તારમાં અકસ્માતની ઘટના સામે આવી છે. માહિતી મુજબ મીની ટેમ્પોના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા ટેમ્પો સીધો એક ઘરના આગળ ઘુસી ગયો હતો.આ ઘર પ્રજાપતિ સમાજનું હોવાનું જાણવા મળ્યું છે, જ્યાં માટલા તેમજ અન્ય માટીની વસ્તુઓ બનાવવાનું કામ કરવામાં આવે છે. ટેમ્પો ઘરના આગળ રાખેલા માટલા તેમજ માટીની વિવિધ ચીજવસ્તુઓ પર ફરી વળતાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું.

ઘટના સમયે એક આધેડ વયના વૃદ્ધ ઘર અંદર જવા માટે જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. સદનસીબે વૃદ્ધનો બચાવ થઈ ગયો હતો અને કોઈ જાનહાનિ થઈ નથી.માહિતી મુજબ ટેમ્પો ચાલકે પહેલા ઘર આગળ પાર્ક કરેલી કારને ટક્કર મારી હતી અને ત્યારબાદ ટેમ્પો બેકાબૂ બની સીધો ઘરમાં ઘુસી ગયો હતો.

અકસાન્તના કારણે વિસ્તારમાં થોડા સમય માટે રોડ પર ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. અકસ્માત સર્જ્યા બાદ ટેમ્પો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે.

આ બનાવમાં ઘરના આગળ રાખેલા માટલા તેમજ માટીની અન્ય ચીજવસ્તુઓનું મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.




