ટોપ સ્ટોરીઝ

પોશીના તાલુકા વિકાસ અધિકારી કવિતા મહેશ્વરી અને તલાટી મનોજ વચ્ચે 5% ભ્રષ્ટાચારની સાંઠગાંઠ બાબતે જિલ્લા વિકાસ અધિકારી ક્યારે તપાસ કરશે?

પરાગ હજારી,હિમતનગર

સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં આવેલ પોશીના તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી કવિતા મહેશ્વરી અને એક ગ્રામ પંચાયતમાં તલાટી તરીકે ફરજ બજાવતા મનોજ નામનો અધિકારી જે દરેક ગ્રામ પંચાયતોમાં થતા વિકાસના કામોમાં કામ મુજબ 5% ની ટકાવારી દરેક કામ મુજબ મેળવતા હતા અને આ ટકાવારી એક નજીકના મનોજ નામક તલાટી દલાલ બની વિવિધ એજન્સીઓ પાસેથી રૂપિયા ઉઘરાવતા હતા. અને તાલુકા વિકાસ અધિકારી અને સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં બેઠેલા એક ઉચ્ચ અધિકારીને ટકાવારી પણ પહોંચાડવામાં આવતી હતી. હાલમાં જ્યારે થોડાક સમય પહેલા તાલુકા વિકાસ અધિકારી કવિતા મહેશ્વરી અને તલાટી મનોજ વચ્ચેની 5% ટકા ટકાવારી વહેંચવા બાબતે ગંભીર સોશિયલ મીડિયા તેમજ વિવિધ મોટા સમાચારપત્રોમાં “ટકાવારી રાજ” પોશીના તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી જેવો 5% ટકા કમિશન લે છે. તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.આ વિડીયો બાબતે અમો કોઈ પુષ્ટિ કરતા નથી પણ પોશીના તાલુકા પંચાયત હસ્તક આવેલા વિવિધ ગ્રામ પંચાયતોમાં કરોડો રૂપિયાના કામો થયેલા છે જે કામ મુજબ 5℅ ટકાવારી મનોજ નામનો તલાટી ઉઘરાવી છે. જેને લઈ પોશીના તાલુકા વિકાસ અધિકારી કવિતા મહેશ્વરી અને મનોજ તલાટી વચ્ચેના કમિશનના ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં પ્રસારિત થયેલ હતી.

પોશીના તાલુકામાં સરકારી વિકાસ કામોને લઈને ફરી એકવાર ગંભીર ચર્ચા શરૂ થઈ છે. સોશિયલ મીડિયા પર ફરતી ઓડિયો ક્લિપમાં TDO લેવલના અધિકારી દ્વારા 5% કમિશન લેવાના આક્ષેપો થયા બાદ હવે પ્રશ્ન ઉઠી રહ્યો છે કે,જો ટોચના સ્તરે 5%ની ટકાવારી તલાટી મનોજ નામનો અધિકારી લે છે. તો નીચલા સ્તરે તેમજ ઉચ્ચકક્ષાએ કેટલા ટકા સુધી આ કમિશન પ્રથા પહોંચી હશે? એ તપાસનો વિષય છે. સરકારી વિવિધ કામોની ફાઈલથી લઈ બિલ પાસિંગ સુધી અનેક તબક્કે 5%ની ટકાવારી ચાલે છે. જો એક સ્તરે 5% ની માંગણી થાય છે, તો અન્ય વિભાગીય અધિકારીઓ, ટેક્નિકલ સ્ટાફ અને તલાટી અને એજન્સી વચ્ચે કુલ કેટલી ટકાવારી વેચાય છે.સરકાર જ્યારે ટ્રાઇબલ વિસ્તારમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે ત્યારે પોશીના તાલુકા પંચાયતમાં ફરજ બજાવેલ કવિતા મહેશ્વરીથોડાક સમય પહેલા ડાંગ ખાતે બદલી કરવામાં આવેલ છે. પોશીના તાલુકામાં આવેલ વિવિધ ગ્રામ પંચાયતોમાં ફરજ બજાવતા તલાટીઓ પણ કરોડપતિ બની ગયેલા છે. તે બાબત બાબતે (એન્ટી કરપ્શન બ્યુરો) ACB દ્વારા પણ તપાસ કરવી જરૂરી છે.

પોશીના તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોમાં જો ટકાવારી વાસ્તવમાં ચાલતી હોય, તો એ માત્ર કાયદાકીય ગુનો જ નહીં, પરંતુ વિકાસ અને જનહિત સાથે છેતરપિંડી થયેલ છે. માટે પોશીના તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ ફરજ બજાવેલ બજાભાઈ કવિતા મહેશ્વરી તેમજ મનોજ તલાટીની ભૂમિકાની તપાસ કરવી જોઈએ તેમા તાલુકા વિકાસ અધિકારી કવિતા મહેશ્વરીના સમય દરમિયાન થયેલા 5%ની ટકાવારી ના કુલ 15 લાખની ઓડિયો ક્લિપમાં ઉલ્લેખ થયેલો છે આ ઓડિયો ક્લિપમાં ટકાવારી જિલ્લા વિકાસ અધિકારીને પણ આપવામાં આવી છે તેઓ સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ થયેલી ક્લિપમાં છે હકીકતમાં જો જિલ્લા વિકાસ અધિકારી નિષ્પક્ષ અને સ્વચ્છ પ્રતિભા ધરાવતા હોય તો જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ તપાસ કરી તેની મીડિયા સમક્ષ માહિતી જાહેર કરવી જોઈએ જેથી સરકાર દ્વારા ફાળવવામાં આવતી ગ્રાન્ટનો યોગ્ય રીતે ઉપયોગ થઈ શકે તેમ છે.

નોધ – સાબર રીપોર્ટર ન્યુઝપેપર આ ઓડીયોની સત્યતાની પુષ્ટિ કરતું નથી

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!