ટોપ સ્ટોરીઝ

રાવોલના યુવા રુદ્રેશ ત્રિવેદીએ પી.એચ.ડી.ની પદવી મેળવી ગામ અને સમાજનું ગૌરવ વધાર્યું

સાબરકાંઠા જિલ્લાના રાવોલ ગામના તેજસ્વી યુવા રુદ્રેશ મહેશભાઈ ત્રિવેદીએ સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી પી.એચ.ડી. (ડૉક્ટરેટ)ની પદવી સફળતાપૂર્વક પ્રાપ્ત કરીને પોતાના પરિવાર, રાવોલ ગામ તેમજ સમગ્ર ચોવીસી ત્રિવેદી મેવાડા સમાજનું ગૌરવ વધાર્યું છે.

રુદ્રેશ ત્રિવેદી જી.ઈ.બી.ના સિનિયર કર્મચારી મહેશકુમાર વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના સુપુત્ર છે. તેમની આ સિદ્ધિ વર્ષોના સતત પરિશ્રમ, અભ્યાસ પ્રત્યેની અડગ નિષ્ઠા અને પરિવારના ઉત્તમ સંસ્કારોનું પરિણામ માનવામાં આવી રહી છે.

પરિવારજનોના જણાવ્યા મુજબ સ્વર્ગસ્થ દાદા રેવાશંકર જોશી ત્રિવેદીના આશીર્વાદ તેમજ મા સરસ્વતી, મા જગદંબા, મા કાત્યાયિની અને શ્રી એકલિંગજી દાદાની કૃપાથી આ મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. જેના કારણે સમગ્ર પરિવારમાં આનંદ અને ગૌરવનું વાતાવરણ છવાયું છે.

શિક્ષણને સર્વોપરી સ્થાન આપનારા પરિવારના વડીલ અને નિવૃત્ત પ્રિન્સિપાલ નર્મદભાઈ ત્રિવેદીએ ડૉ. રુદ્રેશ ત્રિવેદીને ઉજ્જ્વળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે જ માતા જાગૃતિબેન, પિતા મહેશભાઈ, બહેન નૈયા, ફોઈ હીનાબેન, દક્ષાબેન તેમજ માર્ગદર્શક ડૉ. પિનાકીનભાઈ ત્રિવેદીને પણ અભિનંદન પાઠવ્યા હતા.

ડૉ. રુદ્રેશ મહેશભાઈ ત્રિવેદીની આ ઉપલબ્ધિને પગલે રાવોલ ગામ, સગા-સંબંધીઓ અને સમગ્ર ચોવીસી ત્રિવેદી મેવાડા સમાજમાં હર્ષ અને ગૌરવની લાગણી પ્રસરી છે. યુવા પેઢી માટે તેમની આ સિદ્ધિ પ્રેરણારૂપ બની હોવાનું સમાજના આગેવાનો દ્વારા જણાવાયું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!