પ્રાંતિજ

પ્રાંતિજ પોલીસે દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીનો પર્દાફાશ કર્યો ૧.૦૫ લાખનો ૪,૨૦૦ લિટર વોશ જપ્ત, ચાર આરોપીઓ સામે ગુનો નોંધાયો

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં માતાની મુવાડી ગામની સીમમાં નદીના કોતરોમાં ચાલતી દેશી દારૂ બનાવવાની પ્રવૃત્તિનો પ્રાંતિજ પોલીસે પર્દાફાશ કરી ૪,૨૦૦ લિટર દેશી દારૂ બનાવવાનો વોશ, જેની કિંમત અંદાજે રૂ. ૧,૦૫,૦૦૦ થાય છે, તે કબજે કર્યો છે. જોકે સ્થળ પરથી આરોપીઓ ફરાર થઈ જતા તેમની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

જિલ્લામાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નાથવા માટે ચલાવવામાં આવી રહેલા પ્રોહિબિશન ડ્રાઇવ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર. પઢેરિયાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં રહેલી પોલીસ ટીમને બાતમી મળી હતી કે માતાની મુવાડી ગામની સીમમાં નદીના કોતરોમાં કેટલાક શખ્સો દેશી દારૂની ભઠ્ઠી ચલાવી રહ્યા છે.

બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતા પ્લાસ્ટિકની ૧૪ સિન્ટેક્સ ટાંકીઓમાં ભરેલો આશરે ૪,૨૦૦ લિટર દેશી દારૂ બનાવવાનો વોશ મળી આવ્યો હતો. પોલીસે રૂ. ૧,૦૫,૦૦૦ કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જોકે દરોડા દરમિયાન આરોપીઓ સ્થળ પરથી નાસી છૂટ્યા હતા.

આ મામલે અજયસિંહ કરણસિંહ ઝાલા, ગોપાલસિંહ જુગતસિંહ ઝાલા, કુન્દનસિંહ પ્રવીણસિંહ ઝાલા અને અજીતસિંહ ચંદુસિંહ ઝાલા (તમામ રહે. માતાની મુવાડી, તા. પ્રાંતિજ, જિ. સાબરકાંઠા) સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

આ સમગ્ર કાર્યવાહી એએસઆઈ મનીષકુમાર બલભસિંહ, એએસઆઈ દીપકસિંહ જગવતસિંહ, હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ રૂમાલસિંહ, હેડ કોન્સ્ટેબલ રાજેશકુમાર ગફુરભાઈ, હેડ કોન્સ્ટેબલ મદનસિંહ કલ્યાણસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ હર્ષપાલસિંહ દિલીપસિંહ સહિતની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!