ઇડર

હિંગળાજ ભેટાલી પાસે હાઈવે પર ગંભીર અકસ્માત, ટ્રેક્ટર અને આઇસર વચ્ચે ટક્કર

શીતલ ઠાકર,ગાંધીનગર

હિંમતનગર-ઇડર સ્ટેટ હાઈવે પર હિંગળાજ ભેટાલી પાસે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. ઘઉંનું પરાળ ભરેલા ટ્રેક્ટર અને આઇસર ટેમ્પો વચ્ચે જોરદાર ટક્કર થતાં ત્રણ લોકો ઘાયલ થયા છે.

અકસ્માત એટલો ભયાનક હતો કે આઇસર ટેમ્પો રોડની રેલિંગ તોડી ડિવાઈડર સાથે અથડાતા ભારે નુકસાન થયું હતું. ટક્કર બાદ ટ્રેક્ટર પલટી જતાં હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

ઘટનાની જાણ થતાં જ જાદર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરી હતી. તેમજ ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.પોલીસ દ્વારા અકસ્માત અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!