પ્રાંતિજ

પ્રાંતિજ ડમ્પિંગ સાઇટ પર કચરામાં આગ, 5 કલાકમાં 7500 લીટર પાણીથી આગ પર કાબૂ

શીતલ ઠાકર,ગાંધીનગર

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના નવાપુરા નજીક આવેલી નગરપાલિકાની ડમ્પિંગ સાઇટમાં ગત રાત્રિના સમયે અચાનક આગ લાગી હતી. ઘટનાની જાણ થતા જ પ્રાંતિજ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.ડમ્પિંગ સાઇટમાં રહેલા કચરાના ઢગલાના કારણે આગ ઝડપથી પ્રસરી હતી, જેના કારણે આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલી ઊભી થઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે મોડી રાત્રિ સુધી સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.ફાયર બ્રિગેડ ટીમના મુકેશભાઈ પરમારે જણાવ્યું હતું કે નવાપુરા ડમ્પિંગ સાઇટ પર લાગેલી આગમાં કચરાની ગાસડીઓ લપેટાઈ જતા આગ વધુ ભભૂકી હતી. જોકે ટીમે આશરે 5 કલાકમાં 7500 લીટર પાણીનો મારો ચલાવી આગને સંપૂર્ણપણે બુઝાવી દીધી હતી.હાલમાં આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી ગઈ હોવાનું જાણવા મળ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!