પ્રાંતિજ
પ્રાંતિજના કરોલ ગામે પશુ તસ્કરોનો આતંક, એક જ રાત્રે સાત દુધાળા પશુઓની ચોરી

શીતલ ઠાકર,ગાંધીનગર
પ્રાંતિજના કરોલ ગામે પશુ તસ્કરોનો આતંક, એક જ રાત્રે સાત દુધાળા પશુઓની ચોરી
પ્રાંતિજ તાલુકાના કરોલ ગામે પશુ તસ્કરો ત્રાટક્યા હોવાની ઘટના સામે આવી છે. અજાણ્યા તસ્કરો દ્વારા રાત્રિના સમયે ત્રણ પશુપાલકોને નિશાન બનાવી સાત જેટલી દુધાળા ભેંસોની ચોરી કરી જતા ગામમાં ભયનો માહોલ સર્જાયો છે.
મળતી માહિતી મુજબ તસ્કરો સુનિયોજિત રીતે પશુઓને ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી થયેલા પશુઓની કુલ કિંમત આશરે બે લાખ રૂપિયા જેટલી હોવાનું સામે આવ્યું છે.
આ મામલે બે અલગ અલગ ફરિયાદો નોંધવામાં આવી છે અને પ્રાંતિજ પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે તસ્કરો સુધી પહોંચવા માટે સીસીટીવી ફૂટેજ સહિતના તમામ એંગલ પરથી તપાસ શરૂ કરી છે.




