ન્યાય નહીં તો વોટ નહીં’ ની માંગ સાથે કલ્લેકા ગ્રામજનોનો વિરોધ.

આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કલ્લેકા (રબારીવાસ અને ડાભીવાસ) ગામમાં કોઈ પણ રાજકીય પક્ષો એ મત માગવા કે મત પ્રચાર માટે ગામમાં પ્રવેશ કરવો નહીં. લી. કલ્લેકા સમસ્ત ગ્રામજનો
સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે ત્યારે ખેડબ્રહ્મા તાલુકાના કલ્લેકા ગામમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડબહ્મા તાલુકાના કલ્લેકા ગામમા 240 ની વસ્તી ધરાવતુ ગામ છે.જેમા ગામમા એક વર્ષથી પ્રશ્નોની માગણીઓ ઉકેલ ન આવતા ગામના લોકોએ ન્યાય નહીં તો વોટ નહીંના નારા સાથે ચૂંટણીનો બહિષ્કાર ની ચીમકી ઉચ્ચારી છે.જેમા ગામના પશ્રનો જેવા કે ખેડબ્રહ્માના કલ્લેકા ગામમાં પછાત વર્ગ આદિવાસી, રબારી રહેતો હોવાના કારણે ઉજડીયાત કોમ (પટેલો )ઘ્વારા ગ્રામ પંચાયત ચૂંટણીની માં હાર સહન ન થતા આ કલ્લેકાના ગામના લોકોનું દૂધ ન લેવું અને ગામ ની સેવા સહકારી મંડળીમાં સભાસદ પણ ન કરતા અંતે ગામ લોકો ચૂંટણી નો બહિષ્કાર કર્યો હોવાની ચીમકી ઉચ્ચારી છે.અને સ્થાનિક સ્વરાજ્યની ચુટણીમા કલ્લેકા ગામમા કોઈ પણ રાજકીય પક્ષ મત માગવા કે મત પ્રચાર માટે ગામમા પ્રવેશ કરવો નહી.





