ગાંધીનગર
અમિત શાહના માર્ગદર્શનથી ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે “કુસુમબા અન્નક્ષેત્ર” સેવા યજ્ઞથી નિઃશુલ્ક ભોજન વિતરણ

શીતલ ઠાકર,ગાંધીનગર
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તથા ગાંધીનગર લોકસભાના સાંસદ શ્રી અમિતભાઈ શાહના પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ શાંતિ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે સંચાલિત “કુસુમબા અન્નક્ષેત્ર” નિઃશુલ્ક આહાર કેન્દ્ર સેવા યજ્ઞરૂપે કાર્યરત છે.
આ અન્નક્ષેત્રમાં રોજિંદા ધોરણે ગરીબ, જરૂરિયાતમંદ, દર્દીઓના સગા-સંબંધીઓ, શ્રમિકો તથા યાત્રાળુઓને મફત અને પૌષ્ટિક ભોજન આપવામાં આવી રહ્યું છે. સમાજસેવાના ઉદ્દેશ સાથે શરૂ કરાયેલ આ સેવા યજ્ઞ સતત કાર્યરત રહી અનેક લોકોને લાભાન્વિત કરી રહ્યો છે.
આ સેવા યજ્ઞમાં સ્થાનિક આગેવાનો, કાર્યકરો અને સેવાભાવી લોકો સક્રિય રીતે જોડાઈ રહ્યા છે અને રોજિંદી કામગીરીમાં સહભાગી બની રહ્યા છે.




