સાબરકાંઠા
હિંમતનગરમાં ઉમેદવારોને હેરાનગતિની આશંકા: કોંગ્રેસે પોલીસને કરી લેખિત રજૂઆત

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે હિંમતનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
રજુઆતમાં જણાવાયું છે કે તા. 15/04/2026ના રોજ બપોરે 3:00 વાગ્યા સુધી ઉમેદવારી પરત ખેંચવાની મુદત નિર્ધારિત છે. આ દરમિયાન કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને ટેલિફોનિક અથવા રૂબરૂ કોઈપણ પ્રકારની હેરાનગતિ કે દબાણ ન થાય તે માટે પોલીસ તંત્રને અવગત કરવામાં આવ્યું છે.
અરજી મુજબ “સામા પક્ષ” તરફથી દબાણ અથવા ધમકીની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, જોકે તે પક્ષનું નામ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ ચૂંટણી પૂર્વે આવી રજૂઆતને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને જરૂરી હોય તેવા પગલાં લેવામાં આવી શકે છે.




