Uncategorized

હિંમતનગરમાં ભાજપની ચૂંટણી સંચાલન બેઠક, 17 એપ્રિલે મુખ્યમંત્રીની જાહેર સભા

શીતલ ઠાકર,ગાંધીનગર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને આવતીકાલે ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચવાનો છેલ્લો દિવસ છે. આ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી, સાબરકાંઠા જિલ્લા દ્વારા આજે હિંમતનગર સ્થિત જિલ્લા કાર્યાલય ખાતે ચૂંટણી સંચાલન સમિતિ તેમજ જિલ્લાના હોદ્દેદારોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

બેઠકમાં જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ, જિલ્લા સંગઠન પ્રભારી બ્રીજરાજસિંહ ઝાલા અને જિલ્લા ચૂંટણી સંચાલન સમિતિના કન્વીનર તખતસિંહ હડિયોલ દ્વારા ચૂંટણી સંદર્ભે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. હોદ્દેદારોને પ્રસાર-પ્રચાર, વાહન વ્યવસ્થા, પત્રિકા વિતરણ, હિસાબ-કિતાબ, વિવિધ સંમેલનોનું આયોજન, કાર્યાલય વ્યવસ્થા અને ઉમેદવારોના પ્રચાર અંગે ચોક્કસ કામગીરી સોંપવામાં આવી હતી.

આ ઉપરાંત આગામી 17મી એપ્રિલે હિંમતનગર ખાતે યોજાનારી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની જાહેર સભાને સફળ બનાવવા માટે જરૂરી આયોજન અને વ્યવસ્થાઓ અંગે પણ વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

બેઠકમાં જિલ્લા મહામંત્રી પ્રેમલભાઈ દેસાઈ, બીપીનભાઈ ઓઝા, અશ્વિનભાઈ પટેલ, મહેન્દ્રસિંહ રહેવર, જયેશભાઈ પટેલ, કમલેશભાઈ બારોટ, જયેશભાઈ શાહ સહિત જિલ્લાના અગ્રણીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!