વિજયનગર
વિજયનગર તાલુકા પંચાયતની ચીતરીયા બેઠકના ભાજપ ઉમેદવાર લીનાબેન નિનામાનું અવસાન

શીતલ ઠાકર,ગાંધીનગર
સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકા પંચાયતની ચીતરીયા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા લીનાબેન લક્ષ્મણભાઈ નિનામાનું અવસાન થયું છે. તેઓ વિસ્તારમાં ભાજપના મજબૂત મહિલા આગેવાન તરીકે ઓળખાતા હતા.
મળતી માહિતી મુજબ બુધવાર સાંજે અચાનક ગંભીર બિમારીને કારણે તેમની તબિયત લથડી હતી. ત્યારબાદ તેમને તાત્કાલિક ભિલોડાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
લીનાબેન નિનામાના અવસાનથી વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. સાથે જ તાલુકા પંચાયતની ચીતરીયા બેઠકની ચૂંટણી મોકૂફ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.



