વડાલી

વડાલીમાં ડ્રોનથી ગાંજાનું વાવેતર ઝડપાયું, રૂ.20 લાખનો જથ્થો જપ્ત

શીતલ ઠાકર,ગાંધીનગર

સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના કેશરપુરા ગામની સીમમાં ગાંજાનું ગેરકાયદેસર વાવેતર પકડાયું છે. ગુરુવારે વડાલી પોલીસે ડ્રોનની મદદથી કાર્યવાહી કરીને અંદાજે રૂ.20 લાખનો ગાંજો જપ્ત કર્યો અને એક આરોપીની ધરપકડ કરી.

મળતી માહિતી મુજબ, પોલીસે બાતમીના આધારે ડ્રોન કેમેરાથી ખેતરની તપાસ કરી હતી. ડ્રોન ફૂટેજમાં શંકાસ્પદ છોડ દેખાતા પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ખેતરમાંથી કુલ 68 ગાંજાના છોડ મળી આવ્યા.

પોલીસના જણાવ્યા મુજબ, જપ્ત કરાયેલા લીલા ગાંજાનું વજન અંદાજે 40 કિલો 200 ગ્રામ હતું, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજે રૂ.20.10 લાખ ગણવામાં આવી છે.

આ કેસમાં મનજી રામજીભાઈ ડુંડ (ઉંમર 47 વર્ષ)ની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ આર્થિક લાભ માટે અને વેચાણના ઇરાદે ગેરકાયદેસર ખેતી કરી હોવાનું સામે આવ્યું છે.

પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી રૂ.3 હજારનો મોબાઇલ સહિત કુલ રૂ.20.10 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!