૩૫ પરગણા ભાંભી સમાજ ઈડર દ્વારા તા. ૧૯.૪.૨૦૨૬ નારોજ સમાજનો દ્રિતીય સમૂહ લગ્નોત્સવ યોજાયો

૩૫ પરગણા ભાંભી સમાજ ઈડર (ઈડર-વડાલી તાલુકો) દ્વારા ૧૯.૪.૨૦૨૬ નારોજ સમાજનો દ્રિતીય સમૂહ લગ્નોત્સવ યોજાયો સાબરકાંઠાના ઈડર શહેરના બરવાવ રોડ પર આવેલ ગાયકવાડ રેસીડેન્સી ખાતે ભાંભી સમાજ ૩૫ પરગણા ઈડર વડાલી સહિત આજુબાજુના પરગણાના વરઘોડીયા સહિત ૨૫ નવદંપતીઓએ પ્રભુતામા પગલાં પાડ્યા હતા જેઓને દાતાશ્રીઓ દ્વારા ૨૭ જેટલી ઘર વપરાશની વસ્તુ સહિતની ભેટ સોગાદ તેમજ લગ્ન રજીસ્ટ્રેશન અને સરકારશ્રીની કુંવર બાઈની મામેરા સહિતની યોજનાનો લાભ મળનાર છે સાથે સમૂહ લગ્ન સમિતિ દ્વારા પણ દરેક નવદંપતીને પલંગ અને તિજોરીની ભેટ આપવામા આવી દ્રિતીય સમૂહ લગ્નોત્સવના ભગીરથ કાર્યમા સર્વ માતબર દાન આપનાર દાતાશ્રીઓનુ પાઘડી ફુલહાર અને શાલ ઓઢાડી સન્માન કરવામા આવ્યુ હતુ આ દ્રિતીય ભવ્ય અને દિવ્ય સમૂહ લગ્નોત્સવમા હજારોની સંખ્યામા માનવ મહેરામણ ઉમટી પડ્યુ હતુ જેમના માટે સાત્વિક ભોજન, મિનરલ વોટર, ૧૦૮ ઇમરજન્સી સર્વિસ, ફાયરબ્રિગેડે ખડેપગે સેવાઓ આપી હતી આ પ્રસંગે સમૂહ લગ્નોત્સવના મુખ્ય દાતા નટુભાઈ પરમાર પૂર્વ ઉપાધ્યક્ષ એસ. સી. મોરચો ગુજરાત રાજ્ય અને ગુરુ રવિદાસ મહાપીઠના પ્રદેશ અધ્યક્ષ, સમૂહ લગ્નોત્સવના ઉદ્ઘઘાટક ચંદુભાઈ પરમાર (ડોભાડા હાલ મુંબઈ બિલ્ડર) ઈડર ભાંભી સમાજ પ્રમુખ બી. એચ. પરમાર, પૂર્વ નગરપાલિકા પ્રમુખ પાંચ પરગણા ભાંભી સમાજ પ્રમુખ કાંતિભાઈ પરમાર, કનુભાઈ પટેલ ભાજપા પ્રમુખ સાબરકાંઠા, પ્રેમલભાઈ દેસાઈ મહામંત્રી ભાજપા સાબરકાંઠા જીલ્લા, સાબરકાંઠા કોંગ્રેસ પ્રમુખ રામભાઈ સોલંકી, અશોકભાઈ પટેલ સાબર ડેરી ડિરેક્ટર, ચેરમેન દિવેલા તેલીબિયાં સંઘ સાબરકાંઠા, દેવજીભાઈ કામદાર પ્રમુખ સમૂહ લગ્નોત્સવ સમિતિ, બી. ડી. સોલંકી કન્વીનર સમૂહ લગ્નોત્સવ સમિતિનુ વિશેષ સન્માન કરવામા આવ્યુ હતુ સમગ્ર કાર્યક્રમનુ સફળ સંચાલન મંત્રી કિરણભાઈ પરમાર દ્વારા કરવામા આવ્યુ હતુ



