હિમતનગર

હિંમતનગર નગરપાલિકા વોર્ડ નં-૪ ઉમેદવાર દ્વારા પાર્ટીના ઉચ્ચ હોદ્દા ધરાવતા તેમજ તેમના પરીવાર દવારા પાર્ટી વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ શિક્ષાત્મક પગલાં લેવાં ઉગ્ર રજૂઆત

પાર્ટીના ઉચ્ચ હોદ્દા ધરાવતા તેમજ તેમના પરીવાર દવારા પાર્ટી વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ શિક્ષાત્મક પગલાં લેવાં બાબતની વોર્ડ નંબર 04 ના ભાજપના ઉમેદવાર જાનકીબેન અમિતભાઈ રાવલ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહી કરવા માટે કરવામાં આવેલ ઉગ્ર રજૂઆત

હિંમતનગર નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત વોર્ડ નંબર-o૪ થી આ વખતે ફરીથી ભારતીય જનતા પાર્ટીથી ઉમેદવારી કરવાનો અવસર પ્રાપ્ત થયેલ અને હું બીજી વખત પાર્ટી તરફથી ચૂંટણી લડેલ આ દરમ્યાન પાર્ટીનાં જીલ્લા મહીલા મોરચાનાં પ્રમુખ કાજલબેન દોશી દ્વારા પણ ટીકીટની માંગણી કરેલ હતી. પરંતું તેમને ટીકીટ ન મળતાં અસંતોષ વ્યાપેલ હતો જેથી તેઓ દ્વારા તેમના પતિ પરાગભાઈ દોશી ઘ્વારા પક્ષ વિરોધમાં ખૂલ્લો પ્રચાર કરેલ અને સમાજનાં પ્રતિષ્ઠિત વ્યકિતઓના નામે ખોટી અફવાઓ ફેલાવી તેમજ પૂર્વ ધારાસભ્ય તેમજ અન્યએ પણ સમર્થન આપેલ છે. તેવાં જુઠ્ઠાણા પ્રચાર ફેલાવી પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરેલ છે. આવા જુઠ્ઠાણાંને અને પાર્ટી વિરોધી પ્રચારને કારણે આજે ભારતીય જનતા પાર્ટીની ત્રણ સીટો ગુમાવવાનો વારો આવ્યો છે. હિંમતનગર શહેરમાં આ એકજ વોર્ડમાં ખૂબ મોટું નુકશાન થયેલ છે. ભાજપનો ગઢ એવા વોર્ડ o૪ માં ખૂબ ઓછા માર્જીનથી સીટો ગુમાવેલ છે.

રાજકીય ઉચ્ચ હોદ્દા ધરાવતાં પક્ષ વિરોધી વ્યકિત તેમજ તેમનાં પરીવારને તાત્કાલિક અસરથી હોદ્દા ઉપરથી દુર કરી પક્ષની ગરીમાને નુકશાન થતું અટકાવવું જોઇએ. પક્ષની ગરીમાં સાચવવાં આવાં દુષણોને દૂર કરવાં અમારી આપને જાણ કરીએ છીએ અમોએ નુકશાન ભોગવેલ છે. આગામી સમયમાં પાર્ટીને મોટું નુકશાન ન થાય તે હેતું થી તાત્કાલીક અસરથી નિર્ણય લેશો. વધુમાં આ સાથે બુથનાં આંકડા પણ મુકેલા છે. જે સ્પષ્ટ દેખાડે છે કે, ખાડિયા તેમજ બગીચા વિસ્તારના બુથમાં સંપૂર્ણ પેનલથી વોટ પડેલ છે. જયારે શકિતનગરથી વોટીંગમાં ૨૦૦ વોટ સીંગલ દેખીતા દેખાઈ આવે છે. જેના કારણે ત્રણ સીટો ભારતીય જનતા પાર્ટીને ગુમાવવાનો વારો આવ્યો છે. જેને લઇ (1) માન. રત્નાકરજી સાહેબ સંગઠન મંત્રીશ્રી, ગુજરાત (2) માન. જગદિશ વિશ્વકર્મા સાહેબશ્રી પ્રદેશ પ્રમુખશ્રી, ભા.જ.પા. ગુજરાત (3)માન. અજયભાઇ બ્રહ્મભટ્ટ સાહેબ પ્રદેશ મહામંત્રીશ્રી (ઉત્તર ઝોન), ભા.જ.પા. ગુજરાત અને (4) શ્રી બ્રિજરાજસિંહ ઝાલા, પ્રભારીશ્રી, સાબરકાંઠા જીલ્લા ભા.જ.પા. હોદ્દાઓ ધરાવતા વિવિધ અગ્રણીઓને રજૂઆત કરવામાં આવેલ હતી.
અહીંથી આ પહેલાં પણ ૨૦૧૫ માં સીંગલ વોટીંગથી ત્રણ સીટો ગુમાવેલ અને એ જ પ્રમાણે આ વખતે પણ ત્રણ સીટો ગુમાવવાનો વારો આવ્યો છે તો શક્યતઃ પગલા લઇ ફરી આવું ન બને તે માટે કડક શિક્ષાત્મક પગલા લઇ દાખલો બેસાડજો જેથી કાર્યકર્તાનો પક્ષ પ્રત્યે વિશ્વાસ બનેલો રહે તેવી મારી રજૂઆત છે.

Janki Raval Himatnagar Nagarpalika

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!