હિમતનગર

એક જ રાત્રે જાંબુડીમાં તસ્કરોનો આતંક, ત્રણ મકાન નિશાન પર

હિંમતનગરના જાંબુડી ગામે તસ્કરોનો તરખાટ મચ્યો છે. ઉનાળાની ગરમીનો લાભ લઈ ચોરોએ હાથ ફેરો કર્યો હતો. ગરમીને કારણે મકાન માલિકો બહાર સુઈ રહ્યા હતા ત્યારે તસ્કરો ત્રાટક્યા અને મકાનોને નિશાન બનાવ્યા.

ચોરોએ ઘરના પાછળના દરવાજા તોડી અંદર પ્રવેશ કરી ચોરીને અંજામ આપ્યો હતો. જાંબુડી ગામે એક જ રાત્રે ત્રણ મકાનના તાળા તોડી નાખવામાં આવ્યા, જેમાંથી બે મકાનમાં ચોરી કરવામાં આવી હતી.

તસ્કરો સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમની ઉઠાંતરી કરી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં ગાંભોઈ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!