Uncategorized

કલેક્ટર કચેરી બહાર બની રહેલા કોમર્શિયલ કોમ્પ્લેક્સના બાંધકામ મટીરીયલ્સના કારણે જાહેર રોડ પર ઊભી થતી ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા

કલેક્ટર કચેરીની બહાર મુખ્ય માર્ગ પર સર્જાયેલી એક ગંભીર સમસ્યા તરફ દોરવા માંગું છું.હાલમાં કલેક્ટર કચેરીની બહાર નવીન કોમર્શિયલ કોમ્પ્લેક્ષ ૩ થી ૪ બની રહ્યા છે. આ બાંધકામના કોન્ટ્રાક્ટર/માલિક દ્વારા કપચી, રેતી અને અન્ય બાંધકામ મટીરીયલ્સ તદ્દન નવીન બનેલા ડામર રોડની ઉપર જ નાખવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, રસ્તાની સામેની બાજુએ આવેલા બ્લોક (ફૂટપાથ/પાર્કિંગ એરિયા) ઉપર પણ છેલ્લા ૬ મહિનાથી આ મટીરીયલ્સ એમનેમ પડી રહ્યું છે.અને બાધકામ મંજૂરી ની શરત મુજબ સેફ્ટી માટે ગ્રીન નેટ અથવા બીજા કોઈ ઉપાયો પણ કરેલ નથી

આ આડેધડ નંખાયેલા મટીરીયલ્સના કારણે નીચે મુજબની ગંભીર સમસ્યાઓ ઊભી થઈ રહી છે:
* નવા રોડને નુકસાન: લાખો ના ખર્ચે બનેલા નવીન ડામર રોડ પર મટીરીયલ્સ લાંબો સમય પડી રહેવાના કારણે રોડ તૂટી રહ્યો છે.
* ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા: કલેક્ટર કચેરી વિસ્તારમાં રોજ સેંકડો વાહનોની અવરજવર હોય છે. રસ્તા પર મટીરીયલ્સ હોવાથી વાહન અવર જવર તેમજ પાર્કિંગની જગ્યા બચી નથી, જેના લીધે ભારે ટ્રાફિક જામ સર્જાય છે.
* વિદ્યાર્થીઓની સુરક્ષાનો પ્રશ્ન: આ જ માર્ગ પર આગળ માણેક કૃપા સ્કૂલ આવેલી છે.હાલ વેકેશન ચાલી રહ્યું છે શાળાના બાળકો, વાલીઓ અને સ્કૂલ બસોની સતત અવરજવર આ રોડ પર રહે છે. મટીરીયલ્સના કારણે રસ્તો સાંકડો થઈ ગયો હોવાથી ગમે ત્યારે મોટી દુર્ઘટના કે અકસ્માત થવાનો ભય સતત રહે છે.
નગરપાલિકાના નિયમો અનુસાર જાહેર માર્ગ કે ફૂટપાથ પર આ રીતે મહિનાઓ સુધી બાંધકામ મટિરિયલ્સ ખડકી રાખવું એ કાયદેસર ગુનો બને છે અને તેનાથી જાહેર જનતાને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈ, ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા તાત્કાલિક સ્થળ તપાસ કરવામાં આવે અને સંબંધિત આસામી/કોન્ટ્રાક્ટરને કડક સૂચના આપીને આ મટીરીયલ્સ રોડ તેમજ બ્લોક પરથી સત્વરે હટાવવામાં આવે તેવી રજૂઆત છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!