તાપી
છેલ્લા ૨૪ કલાકમાં વાલોડ તાલુકામાં સૌથી વધુ ૫૨ મિ.મિ. વરસાદ નોંધાયો

તાપી જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ તરફથી પ્રાપ્ત થયેલા સત્તાવાર આંકડા અનુસાર, તા. ૩૦/૦૬/૨૦૨૬ ના રોજ સવારે ૬.૦૦ કલાકે પૂરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન જિલ્લામાં સરેરાશ ૧૦ મિ.મિ. વરસાદ નોંધાયો છે. ૨૪ કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ વાલોડ તાલુકામાં ૫૨ મિ.મિ. નોંધાયો હતો.
છેલ્લા ૨૪ કલાકમાં જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ મેઘરાજાએ હાજરી પુરાવી છે, જેમાં કુકરમુંડા તાલુકામાં ૧૯ મિ.મિ. જેટલો વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત વ્યારા, ડોલવણ અને ઉકાઈ તાલુકામાં સરખો ૩-૩ મિ.મિ. વરસાદ નોંધાયો હતો.


